સ્પોર્ટ્સ:મુશ્તાક અલી ટ્રોફીની બે મેચો ગુરુવારે એલેમ્બિક-2 ખાતે રમાશે

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વડોદરા આવેલી 6 રાજ્યની ટીમાે 5 દિવસથી કવોરન્ટાઈન હતી

સૈયદ મુશ્તાક અલી ટ્રોફી ટી-20 સ્પર્ધા માટે વડોદરા આવેલી છ રાજયોની ટીમ કવોરન્ટાઈન હતી પાંચ દિવસના કવોરન્ટાઈન બાદ છ રાજયોની ટીમોએ વિવિધ મેદાન પર નેટ પ્રેકટીસ કરી હતી.મુશ્તાક અલી ટ્રોફી રમવા માટે ઝારખંડ,રાજસ્થાન,હિમાચલ પ્રદેશ,હરિયાણા, જમ્મુ-કાશ્મીર અને આંધ્રપ્રદેશની ટીમો વડોદરા આવી છે.દરેક ટીમો છેલ્લા પાંચ દિવસથી શહેરની વિવિધ હોટલોમાં કવોરન્ટાઈન હતી.કવોરન્ટાઈન પીરીયડ પુરો થતાં ટીમોએ પ્રેકટીસનો આરંભ કર્યો હતો.ત્રીજી નવેમ્બરે પણ છ રાજયોની ટીમો દ્વારા પ્રેકટીસ કરવામાં આવશે એમ બીસીએના સૂત્રોએ જણાવ્યું હતું.

4થી નવેમ્બરના રોજ સ્પર્ધાની બે મેચો રમાશે. જેમાં એલેમ્બીક-2 પર પ્રથમ મેચ સવારે 8-30 વાગે ઝારખંડ અને રાજસ્થાન ટીમ વચ્ચે રમાશે જયારે બીજી મેચ પણ એલેમ્બીક-2 પર જમ્મુ-કાશ્મીર અને આન્દ્ર પ્રદેશની ટીમો વચ્ચે બપોરે એક વાગે શરુ થશે. વડોદરાની ટીમ અન્ય ગ્રુપમાં હોવાથી ગૌહાતી ખાતે મુશ્તાક અલી ટ્રોફીમાં રમશે.વડોદરામાં રમાઈ રહેલી મુશ્તાક અલી ટ્રોફી માટે બીસીએ દ્વારા બીસીસીઆઈના માર્ગદર્શને હેઠળ આયોજન કરવામાં આવ્યું છે એમ બીસીએના સૂત્રોએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...