તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Vadodara
 • The Two Got Together And Taught A Lesson To The Young Man Who Cheated On His Wife By Telling Her Overtime And Telling His Girlfriend To Be Single.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર વિશેષ:પત્નીને ઓવરટાઇમનું જણાવી અને પ્રેમિકાને કુંવારો હોવાનું કહી છેતરતા યુવકને બંનેએ ભેગાં મળી સબક શિખવાડ્યો

વડોદરા24 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
 • પ્રેમિકાએ અભયમને ફોન કરતાં ટીમે સ્થળ પર પહોંચી, યુવકે ભૂલ સ્વીકારી

યુવકે પત્ની અને પ્રેમિકાએ અંધારામાં રાખી બંને સાથે પ્રણય ફાગ ખેલવાનું ચાલુ રાખ્યા બાદ યુવકની પત્નીને પતિના લફરાની જાણ થઇ જતાં પત્ની પતિની પ્રેમિકા પાસે પહોંચી હતી .ત્યાર બાદ પ્રેમિકાને તેનો પ્રેમી પરિણીત હોવાની જાણ થતાં પ્રેમિકા પણ ઉશ્કેરાઇ હતી. પ્રેમી અને પ્રેમિકા વચ્ચે ઉગ્ર ઝઘડો થયા બાદ અભયમને જાણ કરાઇ હતી. ત્રણેયને સમજાવ્યા બાદ યુવકે પણ પોતાની ભૂલ સ્વીકારી હતી.

પશ્ચિમ વિસ્તારમાં મોલમાં નોકરી કરતી યુવતી રૂમ ભાડે રાખી રહેતી હતી. તેનો અન્ય મોલમાં નોકરી કરતાં યુવક સાથે પરિચય થયા બાદ બંને મિત્રતાથી સાથે રહેતા હતા. યુવક પોતે પરિણીત હોવા છતાં અને એક સંતાનનો પિતા હોવા છતાં પ્રેમિકાથી તેણે આ વાત છુપાવી હતી અને પ્રેમિકાને પોતે તેની સાથે લગ્ન કરશે તેવી લાલચ આપી તેની સાથે જાતીય સંબંધ પણ રાખતો હતો. બંનેની નોકરી શિફ્ટ મુજબ જોવાથી યુવક તેની પત્ની અને પ્રેમિકા સાથે ચાલાકીથી સબંધ રાખતો હતો અને બંનેને કોઇ જ જાણ સુધ્ધાં થઇ ન હતી.

યુવક મારે આજે ઓવરટાઇમ છે તેમ જણાવી ઘર છોડીને ગયા બાદ તેની પ્રેમિકાની સાથે રહેતો હતો.જો કે ત્યાર બાદ પત્નીને શંકા જતાં તેણે તપાસ કરતાં પતિના પ્રેમ સંબંધની જાણ થઇ હતી. આખરે તે આ પત્ની તેના પતિની પ્રેમિકાને મળી હકિકત જણાવી હતી.જેને પગલે પ્રેમિકા પર પણ જાણે કે આભ તૂટી પડયું હતું,

તેણે હવે આ યુવક સાથે સબંધ નહીં રાખે તેવી ખાતરી આપી હતી. ત્યારબાદ તેણે યુવકને આ મામલાની જાણ કરતાં યુવક ઉશ્કેરાયો હતો અને ઝઘડો કરી બદનામ કરવાની ધમકી આપી હતી અને ફોન લઇને ભાગી ગયો હતો. જેથી યુવતીએ અભયમને ફોન કરતાં ટીમે યુવકને પકડી પોલીસને હવાલે કરવાની તજવીજ કરતા તેણે માફી માંગી હતી લેખિત માફી પત્ર લખી આપ્યું હતું.

ઓવરટાઇમના પૈસાની તપાસમાં ભાંડો ફૂટ્યો
પતિ રોજ ઓવરટાઇમ કરતો હોવાનું બહાનું કાઢતાં પત્નીને શંકા ગઇ હતી કે પતિના પગારમાં તો ઓવરટાઇમ કરવા છતાં કોઇ વધારો દેખાતો નથી. જેથી તેણે નોકરીના સ્થળે તપાસ કરતા પતિના લગ્ન બાહ્ય સંબંધની જાણ થઇ હતી. જેથી પોતાના લગ્ન જીવનને બચાવવા તે પોતાના પતિની પ્રેમિકાને મળી હતી અને ત્યાર બાદ બંનેએ યુવકને સબક શિખવાડવાનું નક્કી કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો