ધરપકડ:મહિલાનાે આઈફોન ઝૂંટવીને ભાગેલા બે આરોપી ઝડપાયા

વડોદરા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાજમહેલ રોડના તિબેટિયન માર્કેટ પાસે બનેલો બનાવ
  • 3આરોપીઓ પાસેથી રૂા.1.56 લાખના 10 મોબાઈલ કબજે કરાયા અન્ય ચોરીઓમાં બંનેની સંડોવણી છે કે કેમ તેની તપાસ શરૂ કરાઇ

ટીબેટીયન માર્કેટ પાસેથી ચાલતી જતી મહિલાના હાથમાંથી આઈફોન 11 ઝુંટવીને ભાગી ગયેલા બાઈક ચાલક બે યુવકોને રાવપુરા પોલીસે ઝડપી પાડીને તેમની પાસેથી રૂા.1.56 લાખના 10 મોબાઈલ કબજે કર્યાં હતાં. પોલીસે બંને સામે કાયદેસરની કાર્યવાહી કરી તપાસને ગહન બનાવી છે.

સી ડિવિઝન એસીપી મેઘા તેવારના જણાવ્યા અનુસાર, રાજમહેલ રોડ પર આવેલા કુંજ પ્લાઝામાં રહેતા પુજા સચીનભાઈ ગાયકવાડ (ઉ.વ.35) વડસર પાસે આવેલી ખાનગી કંપનીમાં સીનીયર પ્રોસેસ એસોશિએટ તરીકે ફરજ બજાવે છે. 18 સપ્ટેમ્બરના રોજ મહિલા બપોરે 12 વાગે પોતાના ઘરેથી ચાલતા કુબેર ભવન પેન્શન ઓફિસમાં કામ માટે ગયા હતાં. કુબેર ભવન કામ પતાવી તેઓ પરત નર્સિંગ હોમ ચાર રસ્તા થી ચાલતી ટીબેટીયન માર્કેટ સામે બપોરે 12:30 વાગે પહોચતા એક બાઈક પર આવેલા બે છોકરાઓ માંથી પાછળ બેઠેલા છોકરાએ મહિલાના હાથમાંથી આઈફોન-11 મોબાઈલ છીનવીને રાજમહેલ મેઈન ગેટ તરફ ભાગી ગયા હતાં.જેથી દોડધામ મચી ગઈ હતી.

મહિલાની ફરિયાદ બાદ પોલીસે સીસીટીવી ફુટેજ ના આધારે તપાસ હાથ ધરી હતી.જેમાં બાઈકના નંબરના આધારે પોલીસે આરોપીઓ નીતીન રણછોડભાઈ જાદવ (રહે-ઉમિયાદીપ સોસાયટી,વાઘોડિયા) અને નિર્મલ પ્રવિણભાઈ ભીલ (રહે-સાવલી)ની પોલીસે ધરપકડ કરી હતી. પોલીસે આરોપીઓ પાસેથી રૂા.1.56 લાખના 10 મોબાઈલ કબજે કર્યાં હતાં. આરોપીઓ બીજા કયા ગુનામાં સંડોવાયેલા છે તે અંગે પોલીસ તપાસ કરી રહી છે.

અન્ય સમાચારો પણ છે...