તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સડક સુરક્ષા:ડિવાઇડરની બાજુની લાઇનમાં ટ્રક ચલાવનારનું લાઇસન્સ રદ કરાશે

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
આરટીઓ ખાતે ટ્રાફિક પોલીસ અને આરટીઓ અધિકારી દ્વારા ડ્રાઇવરોને સડક સુરક્ષા અંગે સમજ અપાઈ હતી. - Divya Bhaskar
આરટીઓ ખાતે ટ્રાફિક પોલીસ અને આરટીઓ અધિકારી દ્વારા ડ્રાઇવરોને સડક સુરક્ષા અંગે સમજ અપાઈ હતી.
  • પહેલીવાર RTOમાં લેન વાયોલેશન અંગે ટ્રક ચાલકોને સમજ અપાઈ
  • સ્પેશિયલ ડ્રાઇવ રાખી ડેન્જરસ ડ્રાઇવિંગના ગુના નોંધાશે

લેન વાયોલન્સને કારણે અનેક વખત અકસ્માતો સર્જાતા હોય છે. જેથી વડોદરા આરટીઓ ખાતે મંગળવારે 70 જેટલા ટ્રક ડ્રાઇવરને લેન વાયોલેન્સ કરતા અટકાવવા માટે સમજ આપવામાં આવી હતી.

રોડ સેફ્ટી અંતર્ગત ટ્રાફિક પોલીસ અને આરટીઓ વિભાગ દ્વારા જાગૃતિ અભિયાન હાથ ધરાયું હતું, જેમાં ટ્રક અને ટેન્કર એસો.ની મદદથી ડ્રાઈવરને આરટીઓ કચેરી ખાતે બોલાવી સમજ અપાઈ હતી. ઇન્ચાર્જ આરટીઓ એ.એમ.પટેલના જણાવ્યા મુજબ ડિવાઈડરની બાજુમાં પહેલી લેન હાઇવે પર ઓવરટેક લેન કહેવાય છે.જેના પર માત્ર ઓવરટેક કરવા વાહન ચલાવવાનું હોય છે, જ્યારે ટ્રક ડ્રાઈવરો મોટાભાગે આ પહેલી લાઈન પર વાહનો ચલાવતા હોય છે. જેના કારણે બાજુની લેનમાં ચાલતા વાહનથી પાછળ આવી રહેલા વાહનચાલકને અટકવું પડે છે અને અકસ્માતની શક્યતા રહે છે. આ અંગે ટ્રક ડ્રાઇવરોને સમજાવી યોગ્ય ડ્રાઇવિંગ કરવા જણાવ્યું છે. આગામી સમયમાં આરટીઓ દ્વારા સ્પેશિયલ ડ્રાઇવ રાખી ડેન્જરસ ડ્રાઈવિંગના ગુના દાખલ કરી લાઇસન્સ રદ કરવા સુધીની કામગીરી કરાશે. આવા ગુનામાં 3 હજાર જેટલો દંડ થાય છે.

અન્ય સમાચારો પણ છે...