તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:ભંગાર કેમ લે છે કહી વેપારી પર ત્રિપુટીનો હુમલો

વડોદરા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર

કરોડિયા રોડ પર ખોડિયાર પાર્ક સોસાયટી બહાર સ્ક્રેપના વેપારીને બોલાવી તું સુપર સ્ટોરમાંથી ભંગાર કેમ લે છે, તેમ કહી ત્રિપુટીએ માર માર્યો હતો. જેમાં એક હુમલાખોરે વેપારી પર લોખંડના પંચ વડે હુમલો કર્યો હતો. વેપારીએ જવાહરનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. કરોડિયા રોડ ખોડિયાર પાર્ક સોસાયટીમાં મુકેશ હરિરામ ખીંચી રહે છે. તેઓ સ્ક્રેપનો વેપાર કરે છે. શનિવારે તેઓ પોતાના ઘરે હતા તે સમયે પિન્ટુ ધર્માજી સામરિયાએ તેમને સોસાયટીના ગેટ બહાર બોલાવ્યા હતા.

જ્યાં પિન્ટુ ધર્માજી સામરિયા, તેનો પુત્ર અમરચંદ અને ગજાનંદ ખીંચી હાજર હતા. ધર્માજીએ મુકેશને તું સુપર સ્ટોરમાંથી કેમ ભંગાર લે છે, તેમ કહી તેની સાથે ઝઘડો કર્યો હતો. મુકેશે ટેન્ડર ભરીને 3 મહિનાથી ભંગાર લેતો હોવાનું જણાવતાં ધર્માજીએ તું ટેન્ડર કેમ ભરે છે, તેમ કહી ઝપાઝપી કરી હતી. ધર્માજીના પુત્ર અમરચંદે તેની પાસે રહેલા લોખંડના પંચ વડે મુકેશના મોઢા પર હુમલો કરતાં તે લોહીલુહાણ થયો હતો. જેને સારવાર માટે સયાજી હોસ્પિટલ લઈ જવાયો હતો. બનાવના પગલે મુકેશ ખીંચીએ જવાહરનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો