તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
31 માર્ચેે તિજોરી કચેરીએ માર્ચ મહિનામાં કુલ રૂા. 3198.94 કરોડ ચુકવ્યા છે.જ્યારે 31 માર્ચ 2020માં રૂા.739.55 કરોડની ચૂકવણી કરાઈ હતી. આમ બંને વર્ષની સરખામણીએ 450 ટકા એટલે રૂા.2459.39 કરોડની રકમ વધુ ચુકવી છે. ગત વર્ષના હિસાબી વર્ષની અંતિમ તારીખે કોરોના હતો છતાં તમામ સરકારી કચેરીઓ કોવિડ મહામારીની કામગીરીમાં લાગી હતી,તેમ છતાં જિલ્લા તિજોરીએ લોકડાઉનમાં પણ કામ ચાલુ હતું વરિષ્ઠ જિલ્લા તિજોરી અધિકારી આર.બી.ખુંટીએ જણાવ્યું હતું કે, 31 માર્ચના રોજ તિજોરી કચેરીએ સંપુર્ણ માર્ચ મહિનામાં 8922 બિલો સ્વિકારીને તેની સામે રૂ.3198.94 કરોડ, માર્ચના છેલ્લા બે દિવસ 30-31 માર્ચના દિવસે 619 બીલો સ્વિકારીને રૂ.3427 કરોડ ચૂકવ્યા હતા.છેલ્લા બે દિવસની ચૂકવણીમાં જીયુવીએનએલની ખેડૂતોને અપાતી સબસીડી પેટે 2700 કરોડ અને ગુજરાત ગ્રીન રીવોલ્યુશન કંપનીના ર150 કરોડ ચુકવાયા હતાં.
લેટર ઓફ ક્રેડિટ (એડવાઈઝ)ના માર્ચ મહિનામાં 473 બિલો ની સામે રૂા. 98.50 કરોડ ચુકવાયા હતાં.30 અને 31 માર્ચે એડવાઈઝના 86 બીલોની સામે રૂા.18.60 કરોડની ચુકવણી થઈ હતી. 31 માર્ચ 2020ના રોજ તિજોરી કચેરીએ 153 બિલ સ્વિકારીને રૂા.530 કરોડની ચૂકવણી કરી હતી. જ્યારે આખા માર્ચ મહિના દરમિયાન 8176 બિલ સ્વિકારીને તેેની સામે રૂા.739.55 કરોડની ચુકવણી કરી હતી.
પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.