અન્યાય:રેલવેએ શિડ્યૂલ ટ્રેન જનરલ કોચની સુવિધા વિના શરૂ કરી દેતાં કચવાટ

વડોદરા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • આકસ્મિક સંજોગોમાં મુસાફરી કરનારા લોકોને આપદા પડશે
  • રેલવેને​​​​​​​ રોજની 9 લાખની સેકન્ડ સીટિંગના રિઝર્વેશનની આવક ચાલુ રહેશે

રેલવે દ્વારા શિડ્યૂલ ટ્રેન સોમવાર 15 નવેમ્બર શરૂ કરાઈ રહી છે, પરંતુ જનરલ કોચ બંધ કરી લોકોને આકસ્મિક સંજોગોમાં મુસાફરી કરવા પર પૂર્ણવિરામ મૂક્યું છે. કોરોનામાં રેલવે દ્વારા જનરલ કોચને સેકન્ડ સીટિંગમાં કન્વર્ટ કરી રૂા.15 રિઝર્વેશન ચાર્જ સાથે રિઝર્વેશન સિસ્ટમ શરૂ કરાઈ હતી, તે રિઝર્વેશન ચાર્જની લૂંટ ચાલુ રખાઈ છે. એક અંદાજ મુજબ વેસ્ટર્ન રેલવે સેકન્ડ સીટિંગમાં રોજ 9 લાખ જેટલી રિઝર્વેશન ચાર્જની આવક ઊભી કરશે.

રેલવેએ અનરિઝર્વ્ડ ટિકિટ બંધ કરી લોકો સાથે અન્યાય કર્યો હોવાની લાગણી પેસેન્જર એસો. અને મુસાફરોમાં જોવા મળી હતી. વેસ્ટર્ન રેલવે પેસેન્જર એસોસિયેશન ના અગ્રણી મોહમ્મદ અબીબ લોખંડવાલાએ જણાવ્યું કે, રેલવે દ્વારા ઉઘાડી લૂંટ કરાય છે. તાત્કાલિક ધોરણે રિઝર્વેશન બંધ કરી જનરલ ટિકીટ ચાલુ કરવી જોઈએ.

રિફંડ માટે પ્રિન્સિપલ એજન્ટોની કવાયત
દિલ્હી ખાતે રેલવે મંત્રાલયમાં પ્રિન્સિપલ એજન્ટો દ્વારા રજૂઆત કરી રિફંડ કેમ નથી આપતા તેની પૂછપરછ કરી હતી તેમજ તેમના સમયમાં બુકિંગ કરાવનારને રિફંડ મળવું જોઇએ તેવી રજૂઆત કરી હતી. સૂત્રો મુજબ રેલવે મંત્રાલય દ્વારા લેખિત રજૂઆત કરવા જણાવ્યું હતું.

રવિવારે રાત્રે નવી સિસ્ટમ અપડેટ થશે
રેલવે દ્વારા બેડરોલ અને અન્ય ચાર્જમાં કેટલો બદલાવ કરાયો છે તે અંગે રવિવારે રાત્રે વેબસાઇટ પર બ્લોક લીધા બાદ નવી સિસ્ટમ અપડેટ કર્યા પછી જ જાણકારી મળી શકશે. બેડ રોલનો કોઈ સત્તાવાર ચાર્જ રેલવે લેતું નથી.- પ્રદીપ શર્મા , પીઆરઓ, વડોદરા રેલવે

અન્ય સમાચારો પણ છે...