તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સેમિનારમાં લેવાયેલો નિર્ણય:ટ્રાફિક પોલીસ ચાલકને કહેશે, હવે આ ભૂલ ફરી ન થાય જોજો

વડોદરા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતાપનગર હેડ કવાર્ટર ખાતે ટ્રાફિક પોલીસને સોફટ સ્કિલ અંગે તાલીમ અપાઇ હતી. આ તાલીમમાં શહેર ટ્રાફિક પોલીસના 450 કર્મચારીઓ અને અધિકારીઓએ ભાગ લીધો હતો. - Divya Bhaskar
પ્રતાપનગર હેડ કવાર્ટર ખાતે ટ્રાફિક પોલીસને સોફટ સ્કિલ અંગે તાલીમ અપાઇ હતી. આ તાલીમમાં શહેર ટ્રાફિક પોલીસના 450 કર્મચારીઓ અને અધિકારીઓએ ભાગ લીધો હતો.
  • વાહન ચાલકો સાથે સંયમથી વર્તવા 450 જવાનોને સમજ અપાઇ
  • ટ્રાફિક પોલીસના સેમિનારમાં 450 પોલીસ જવાન ઉપસ્થિત રહ્યાં

જો તમે ટ્રાફિક નિયમનનો ભંગ કરતા ઝડપાયા તો ટ્રાફિક પોલીસ હવે તમને સર-સાહેબ અથવા જયહિંદ બોલીને વિનમ્રતા સાથે તમારી ભુલને તમને સમજાવશે. જો નાની ભુલ હશે તો તમને ‘સર હવે આ ભુલ ફરીથી ન થાય તે જોજો’ તેમ કહીને ચેતવણી પણ આપશે.ટ્રાફિક શાખા દ્વારા પ્રતાપનગર હેડક્વાર્ટર ખાતે આયોજીત સેમિનારમાં 450 ટ્રાફિક શાખાના કર્મચારીઓ અને અધિકારીઓએ ભાગ લીધો હતો.

ટ્રાફિક શાખાના એસીપી અમીતા વાનાણીની અધ્યક્ષતામાં પ્રતાપનગર પોલીસ હેડ ક્વાર્ટર ખાતે ટ્રાફિક પોલીસ કર્મચારીઓ માટે ટ્રાફિક અવેરનેસ,સેફ્ટિ અને સોફ્ટ સ્કિલ અંગે સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમીનારમાં ગુજરાત રોડ સેફ્ટિ ઓથોરેટીના સભ્ય જે.વી.શાહ, ટ્રાફિક ટ્રેનર અમીત ખત્રી એ દિવસના ત્રણ સેશનમાં ટ્રાફિક પોલીસ કર્મચારીઓને જાહેરમાં વાહન ચાલકો સાથે કેવી રીતે વાત કરવી અને સંયમતા સાથે વર્તણુંક જાળવી રાખવી તે સમજાવ્યું હતું. આ ઉપરાંત લોકોમાં ટ્રાફિક અવેરનેસ અને ટ્રાફિક સેફ્ટી અંગે પણ સમજણ આપી હતી.

જેમાં ટ્રાફિક પોલીસકર્મીઓને સમજણ અપાઈ હતી કે,તમે કોઈ વાહનચાલકને ટ્રાફિક નિયમનના ભંગ બદલ પકડો તો ‘તું-તા’ કરવાની જગ્યાએ તેમને સર-સાહેબ જેવા માનવાચક શબ્દો અથવા જયહિંદ બોલીને તેમની સાથે વાતની શરૂઆત કરવી જોઈએ.ત્યાર બાદ તેમને વિનમ્રતા સાથે તેમને જે ટ્રાફિક નિયમનો ભંગ કર્યો છે તે અંગે સમજાવવા પડશે. જ્યારે જો કોઈ નાની ભુલ હશે તો તેમને ફરીથી આ ભુલ ન થાય તે અંગે પણ વિનમ્રતાથી જ સમજાવવા પડશે.

આ સેમીનારમાં ટ્રાફિક પોલીસકર્મીઓને માર્ગ અકસ્માત ઘટાડવા શું કરવુ જોઈએ,તે માટે રોડ એન્જિનિયરીંગ ડિઝાઈન તેમજ પાર્કિંગ અંગે,લેન ડ્રાઈવીંગ,ઓવર સ્પીડ,સ્પિડ બ્રેકર,ડિવાઈડરો અંગેના આઈઆરસીના નિયમો અને ટ્રાફિક નિયમન બાબતે જાગૃતિ લાવવા માટે પણ ટ્રાફિક શાખાના અધિકારીઓ અને કર્મચારીઓને વિસ્તૃત માહિતી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...