તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રથયાત્રા:જિલ્લામાં જૂજ ભક્તો સાથે રથયાત્રાની પરંપરા જળવાઇ

વડોદરા/છોટાઉદેપુર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
છોટાઉદેપુર - Divya Bhaskar
છોટાઉદેપુર
  • છોટાઉદેપુર, પાદરા, ચાંદોદ, ડભોઇ, કરજણ સહિત ઠેરઠેર બંદોબસ્ત સાથે રથયાત્રા નીકળી
  • પાદરાના નવાપુરા વિસ્તારમાં 12થી 3 કલાક દરમિયાન કર્ફ્યૂ જાહેર કરવામાં આવ્યો હતો
  • ડભોઇ સ્થિત પૌરાણિક શ્રી બદ્રીનારાયણ મંદિરના પરિસરમાં જ રથયાત્રા સંપન્ન કરાઇ
  • કરજણમાં 400 જેટલા પોલીસ, હોમગાર્ડના બંદોબસ્તમાં 50 ભક્તો સાથે રથયાત્રા નીકળી

સમગ્ર વડોદરા અને છોટાઉદેપુર જિલ્લામાં ઠેર ઠેર અષાઢી બીજે ભગવાન જગન્નાથની રથયાત્રા કોરોનાની ગાઇડલાઇન અનુસાર નીકળી હતી. જૂજ ભક્તોની હાજરીમાં રથયાત્રાની પરંપરા જાળવવામાં આવી હતી. પાદરામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે રથયાત્રા તેના નક્કી કરેલ રૂટ પર નીકળી હતી. તેમજ શાંતિ પૂર્ણ વાતાવરણમાં સંપન થઈ હતી. જેમાં મર્યાદિત સંખ્યામાં જ હરિભક્તો, સેવકો જોડાયા હતા. રામટેકરી નિજ મંદિરથી નવાપુરા ચાર રસ્તા સુધી રથયાત્રાના રૂટ પર 12થી 3 કલાક દરમિયાન કરફ્યૂ જાહેર કરાયો હતો.

ચાંદોદ
ચાંદોદ

તીર્થક્ષેત્ર ચાંદોદ ખાતે પણ સરકારની ગાઈડલાઈન મુજબ મર્યાદિત શ્રદ્ધાળુઓની ઉપસ્થિતિમાં શ્રી રણછોડરાય પ્રભુની રથયાત્રા ઉત્સાહભેર યોજાઇ હતી. કરજણમાં નવા બજારમાં આવેલા રણછોડજી મંદિરથી 3-30 કલાકે રથયાત્રા નીકળી હતી. જેને પગલે બજારો બપોરે 2 વાગે બંધ કરાવી દેવાયા હતા. રથયાત્રામાં માત્ર 50 જેટલાં જ ભક્તો જોડાયા હતા. જ્યારે ડભોઇમાં પણ વડોદરી ભાગોળ પાસે આવેલા પૌરાણિક શ્રી બદ્રીનારાયણ મંદિર ખાતે સ્વામી 1008 સુદર્શના-ચાર્યજીની અધ્યક્ષતામાં 13મા વર્ષે મંદિરના પરિસરમાં જ ચાંદીના રથમાં બિરાજમાન કરી રથયાત્રા કાઢવામાં આવી હતી.

પાદરા
પાદરા

છોટાઉદેપુર નગરમાં પણ મંદિર પરિસરમાં જ ભગવાન જગન્નાથજીની રથયાત્રાએ ભ્રમણ કર્યું હતું. નરેનભાઈ જયસ્વાલ પરિવાર તથા પ્રવીણભાઈ સોની પરિવાર દ્વારા પ્રથમ રથ ખેંચવામાં આવ્યો હતો. પરિસરમાં જ રથયાત્રા ફેરવ્યા બાદ મહા આરતીનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.

કરજણ
કરજણ

જિલ્લાના ડેસર ખાતે કોરોના કાળના સતત બીજા વર્ષેે ભગવાન જગન્નાથજીની રથયાત્રાને નગરમાં ફેરવવામાં આવી ન હતી અને મંદિરના પટાંગણમાં જ સાદગીથી ઉજવણી કરવામાં આવી હતી. કોરોનાના કારણે પાબંદી રખાતાં રથયાત્રામાં જોડાઇ નહીં શકવાથી જિલ્લાના સેંકડો ભક્તજનોએ દુ:ખની લાગણી અનુભવી હતી.

જિલ્લામાં વિવિધ સ્થળે રથયાત્રા નીકળતાં ભક્તિનો માહોલ છવાયો હતો. પ્રસ્થાન પૂર્વે મંદિર પરિસરમાં પહિંદ વિધિ કરાયા બાદ જૂજ ભક્તોની હાજરીમાં રથયાત્રા ફેરવવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...