નિર્ણય:છાણીથી અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના ટ્રેક ઉત્તરસંડા બનાવાશે

વડોદરા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પિલર અને તેના ઉપર આડા સ્લેબ ટ્રેક વિદેશથી લાવવાના હતા
  • આગામી 12 તારીખે​​​​​​​ એમડી વિઝિટ માટે વડોદરા આવશે

અમદાવાદ-મુંબઇ બુલેટ ટ્રેન નામ છાણી થી અમદાવાદ સુધીના ટ્રેક માટે 45થી સો મીટર લાંબા ટ્રેક ઉત્તરસંડા ખાતે બનાવવામાં આવશે. આ માટે ઉત્તરસંડા ખાતે એક કાસ્ટિંગ યાર્ડ બનાવવામાં આવનાર છે સમગ્ર તૈયારીઓનું સુપરવિઝન કરવા માટે દિલ્હીથી નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન ના એમડી અને જીએમ કક્ષાના ઉચ્ચ અધિકારીઓ વડોદરા આવનાર હોવાનું બુલેટ ટ્રેન પ્રોજેક્ટના સૂત્રો દ્વારા જણાવવામાં આવ્યું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ- મુંબઈ હાઇ સ્પીડ રેલ પ્રોજેક્ટ ટૂંકાવીને અમદાવાદ- વાપી કરવામાં આવ્યો છે ત્યારે જાણીતી અમદાવાદ સુધીના સી/6 પેકેજ માટે પિલર અને તેના ઉપર આડા સ્લેબ ટ્રેક અગાઉ વિદેશથી લાવવાનું આયોજન હતું પરંતુ કોરોના મહામારી અને બદલાયેલા સમયની સાથે આ કામગીરી મેક ઇન ઇન્ડિયા અંતર્ગત ભારતમાં જ કરવાનું નક્કી કરાયું હતું હવે આ કામગીરી ભરૂચ અને ઉત્તરસંડા ખાતે થનાર છે છાણી થી અમદાવાદ માટે ઉત્તરસંડા ખાતે અંદાજે 100 મીટરના યાડૅમાં આ કામગીરી કરવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.

એ અંગે આગામી 12 તારીખે નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશનના મેનેજિંગ ડાયરેક્ટર વડોદરાની મુલાકાત લે તેવી શક્યતાઓ છે. મકરપુરા થી વાપી સુધીના સી/4 પેકેજ માટે ભરૂચ ખાતે બે યાડૅ બનાવવામાં આવશે. ભારતમાં બુલેટ ટ્રેન માટેના સ્લેબ ટ્રેક બનાવવા નો આ પ્રથમ અનુભવ છે. તેથી નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન દ્વારા પણ ખાસ ચોકસાઈ રાખવામાં આવી રહી છે. નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશનના પી.આર.ઓ સુષ્મા ગોરે જણાવ્યું હતું કે આ એક રૂટીન વિઝીટ છે હજુ તારીખ નક્કી થઈ નથી.

વડોદરાના આઠ કિલોમીટરના સિવિલ કામનું ટેકનિકલ ટેન્ડર ખોલવામાં આવ્યું
છાણી થી મકરપુરા સુધીના વડોદરા શહેરની અંદર થી પસાર થતા બુલેટ ટ્રેનના આઠ કિલોમીટરના સિવિલ કામનું ટેકનિકલ ટેન્ડર એટલે કે ટેકનિકલ બેડ ખોલવામાં આવી છે પાંચ તારીખે આ બિલકુલ ત્રણ કંપનીઓએ ટેન્ડર ભર્યું હોવાનું જણાયું છે ટૂંક સમયમાં ફાઇનલ બિલ ખુલ્યા બાદ પણ એલર્ટ કરવામાં આવશે તેમ પ્રોજેક્ટના સૂત્રોએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...