તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના વડોદરા LIVE:આજે વધુ 967 પોઝિટિવ અને 909 દર્દીએ કોરાનાને માત આપી, વધુ 11 દર્દીના મોત સાથે સત્તાવાર મૃત્યુઆંક 491, કુલ કેસઃ54,367 થયા

વડોદરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • વડોદરામાં છેલ્લા 24 કલાકમાં લેવાયેલા 10,071 સેમ્પલ પૈકી 967 પોઝિટિવ અને 9104 નેગેટિવ આવ્યા

વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેર જિલ્લામાં આજે વધુ 967 કેસ સાથે પોઝિટિવ કેસનો કુલ આંક 54,367 ઉપર પહોંચી ગયો છે. કોરોનાથી વધુ 11 મોત સાથે વડોદરા શહેર અને જિલ્લામાં મૃત્યુઆંક 491 પર પહોંચ્યો છે. આજે વધુ 909 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. આમ અત્યાર સુધીમાં કુલ 43,678 લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે. વડોદરામાં હાલ 10,198 એક્ટિવ કેસ પૈકી 571 દર્દી ઓક્સિજન ઉપર અને 357 દર્દી વેન્ટિલેટર પર છે.

ખાસ ફરજ પરના અધિકારીએ વિવિધ દવાખાનાઓની મુલાકાત લીધી
ખાસ ફરજ પરના અધિકારી અને શિક્ષણ સચિવ ડો. વિનોદ રાવે આજે ગોત્રી અને સયાજી હોસ્પિટલના તબીબી અધિક્ષકો સાથે સંયુક્ત બેઠક યોજી હતી. જેમાં વુડાના સીઈઓ તેમજ અન્ય અધિકારીઓ પણ જોડાયા હતા. આ બેઠકમાં માનવ સંપદાની વ્યવસ્થા તેમજ પ્રોક્યોર્મેન્ટ વિષયક ચર્ચા કરી હતી. તેમણે કારેલીબાગમાં ચેપીરોગ હોસ્પિટલ ખાતે કોરોના સારવાર વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યું હતું. અહીં 50 બેડની વ્યવસ્થા છે, જેમાં 32 દર્દીઓ સારવાર લઈ રહ્યાં છે, તે પછી તેમણે સમરસ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. જ્યાં 441 અને સયાજી હોસ્પીટલમાં 670 દર્દીઓ સારવાર હેઠળ છે. તેમણે જણાવ્યું કે દર્દીઓની સંખ્યા ઝડપથી ઘટતી નથી અને તેની સામે ક્રિટીકલ દર્દીઓનો પ્રવાહ સતત ચાલુ છે.

વડોદરા રૂરલમાં સૌથી વધુ 19,286 કેસ
વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 54,367 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં 7745, પશ્ચિમ ઝોનમાં 8960, ઉત્તર ઝોનમાં 9349, દક્ષિણ ઝોનમાં 8991 વડોદરા ગ્રામ્યમાં 19,286 અને 36 કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે.

આ વિસ્તારમાં કોરોનાના નવા કેસો નોંધાયા
શહેરઃ
ઇલોરાપાર્ક, છાણી, અલકાપુરી, માંજલપુર, વડસર, વાઘોડિયા રોડ, કપુરાઇ, કારેલીબાગ, હરણી, વારસીયા, સોમા તળાવ, આજવા રોડ, પાણીગેટ, સમા, પ્રતાપનગર, રાવપુરા, તાંદલજા, ગોકુલનગર, રામદેવનગર, નવી ધરતી, નાગરવાડા, નિઝામપુરા, મકરપુરા, કલાલી, અટલાદરા, દિવાળીપુરા, દંતેશ્વર, કિશનવાડી, વાડી

ગ્રામ્યઃ સાવલી, પાદરા, કરજણ, ડભોઇ, માડોધર, રણોલી, આમલીપુરા, કેલનપુરા, સોખડા ખુર્દ, બીલ, ભાયલી, લીલોરા, રસુલાબાદ, વેંકટપુરા, જરોદ, આસોજ, કુરાલ, મુવાલ, જાસપુરા, ચાણસદ, ઝવેરીપુરા, અજબપુરા, જુનાસિહોરા, ડભાસા, ચાણસદ, પોર, મહાપુરા, ચાપડ, દુમાડ, કોટાલી, દેણા, કંડારી, મીયાબાગ, સાધલી, લતીપુરા, સાઠોદ, કણજટ, ટુંડાવ, મંજુસર, ગોરજ.

અન્ય સમાચારો પણ છે...