તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના વડોદરા LIVE:પહેલીવાર 900થી વધુ કેસ, આજે વધુ રેકોર્ડબ્રેક 921 કેસ, વધુ 11 દર્દીના મોત સાથે સત્તાવાર મૃત્યુઆંક 412, કુલ કેસઃ 47,633 થયા

વડોદરા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • વડોદરામાં છેલ્લા 24 કલાકમાં લેવાયેલા 10,120 સેમ્પલ પૈકી 921 પોઝિટિવ અને 9199 નેગેટિવ આવ્યા

વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેર જિલ્લામાં આજે વધુ રેકોર્ડબ્રેક 921 કેસ સાથે પોઝિટિવ કેસનો કુલ આંક 47,633 ઉપર પહોંચી ગયો છે. કોરોનાથી વધુ 11 મોત સાથે વડોદરા શહેર અને જિલ્લામાં સત્તાવાર મૃત્યુઆંક 412 પર પહોંચ્યો છે. આજે વધુ 662 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. આમ અત્યાર સુધીમાં કુલ 38,339 લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે. વડોદરામાં હાલ 8882 એક્ટિવ કેસ પૈકી 589 દર્દી ઓક્સિજન ઉપર અને 372 દર્દી વેન્ટિલેટર ઉપર છે અને 7921 દર્દીની હાલત સ્થિર છે.

સયાજી હોસ્પિટલમાં ૭૫૨ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે
ખાસ ફરજ પરના અધિકારી અને શિક્ષણ સચિવ ડો.વિનોદ રાવે સયાજી હોસ્પિટલમાં બેઠક યોજી પરિસ્થિતિની સમીક્ષા કરી હતી, ત્યારે ૭૫૨ દાખલ દર્દીઓ સારવાર હેઠળ હતાં. તેમણે જણાવ્યું હતું કે, રેફરલ અને સેટેલાઇટ હોસ્પિટલોમાં દર્દીઓને મોકલવાની વ્યવસ્થાને લીધે દર્દીઓના વ્યવસ્થાપનમાં ખૂબ મદદ મળી રહી છે.

સામાન્ય લક્ષણો ધરાવતા દર્દીઓની ગ્રામ્ય કક્ષાએ કોવિડ આઇસોલેશન સેન્ટરમાં સારવાર કરાશે
વડોદરા જિલ્લામાં કોવિડ-19ના હોમ આઇસોલેશન દર્દીઓ માટે લોકભાગીદારીથી ગ્રામ્ય વિસ્તારમાં કોવિડ કેર સેન્ટર શરૂ કરવા અંગે તમામ ગ્રામ પંચાયત દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી હોવાનું જિલ્લા વિકાસ અધિકારી કિરણ ઝવેરીએ જણાવ્યું હતું. જેથી હવે વડોદરા જિલ્લાના ગામડાઓમાં કોવિડના સામાન્ય લક્ષણો ધરાવતા દર્દીઓની ગ્રામ્ય કક્ષાએ કોવિડ આઇસોલેશન સેન્ટરમાં સારવાર કરવામાં આવશે

કારેલીબાગ સ્વામિનારાયણ મંદિર અને કુંડળધામ દ્વારા પોલીસકર્મીઓ માટે 10 હજાર માસ્કનું વિતરણ
શ્રીજ્ઞાનજીવનદાસજી સ્વામી પ્રેરણાથી કુંડળધામ અને શ્રીસ્વામિનારાયણ મંદિર કારેલીબાગ, વડોદરા દ્વારા પોલીસ કર્મીઓ માટે 10 હજાર જેટલા માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં ભાવનગર, સુરેન્દ્રનગર, બોટાદ જિલ્લા ઉપરાંત ધંધુકા, ધોલેરા અને વડોદરા શહેરના કારેલીબાગ વગેરે વિસ્તારોમાં સંતો તથા વડીલ ભક્તોના હસ્તે કુલ 10 હજાર જેટલા માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જે તે વિસ્તારના પોલીસ અધિકારીઓએ શ્રીસ્વામિનારાયણ સંપ્રદાય તેમજ જ્ઞાનજીવનદાસજી સ્વામીનો આભાર વ્યક્ત કર્યો હતો.

વડોદરા રૂરલમાં સૌથી વધુ 16,020 કેસ
વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 47,633 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં 6901, પશ્ચિમ ઝોનમાં 8063, ઉત્તર ઝોનમાં 8513, દક્ષિણ ઝોનમાં 8100 વડોદરા ગ્રામ્યમાં 16,020 અને 36 કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે.

આ વિસ્તારમાં કોરોનાના નવા કેસો નોંધાયા
શહેરઃ-
બાપોદ, અટલાદરા, જેતલપુર, સુભાનપુરા, અકોટા, સમા, પાણીગેટ, જ્યુબિલીબાગ, કિશનવાડી, ગોત્રી, ગોરવા, રામદેવનગર, હરણી રોડ, વારસીયા, ફતેગંજ, કારેલીબાગ, વીઆઇપી રોડ, નવાપુરા, કોઠી, શિયાબાગ, કપુરાઇ, સુભાનપુરા, તરસાલી, સવાદ, એકતાનગર, ગાજરાવાડી, યમુનામિલ, વાઘોડિયા રોડ, દંતેશ્વર, તાંદલજા, દિવાળીપુરા
ગ્રામ્યઃ- ડભોઇ, પાદરા, કરજણ, સાવલી, દશરથ, સોખડા, પોર, ઇટોલા, દોડકા, ફાજલપુર, પદમલા, સાંકરદા, શેરખી, વેમાલી, કોયલી, જરોદ, ઉંડેરા, ચાણોદ, વાઘોડિયા, પીપરીયા, કરખડી, સાંગાડોલ, ખંભોલા, બાજવા, શિનોર, વાંકાનેર, કાયાવરોહણ, મંજુસર, ધાનેરા, બીલ, સેવાસી, નંદેસરી, પાવલીપુર, વેમારડી, આસોજ, હિરજીપુરા, ભાદરી, વલણ, ચાણસદ, કણજટ, વકતપુરા, સાંઢાસાલ, વેજપુર

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

    વધુ વાંચો