તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના વડોદરા LIVE:આજે વધુ 6 પોઝિટિવ અને 3 દર્દીએ કોરોનાને માત આપી, કુલ કેસ 71,790 થયા, કુલ 71,128 દર્દી રિકવર થયા

વડોદરા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • વડોદરા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં લેવાયેલા 1311 સેમ્પલ પૈકી 6 પોઝિટિવ અને 1305 નેગેટિવ આવ્યા

વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેર જિલ્લામાં આજે વધુ 6 પોઝિટિવ કેસ નોંધાયા છે. કોરોના પોઝિટિવ કેસનો કુલ આંક 71,790 ઉપર પહોંચી ગયો છે. વડોદરા જિલ્લામાં સત્તાવાર મૃત્યુઆંક 623 ઉપર સ્થિર રહ્યો છે. આજે વધુ 3 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 71,128 લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે. વડોદરામાં હાલ 39 એક્ટિવ કેસ પૈકી 4 દર્દી ઓક્સિજન ઉપર અને 2 દર્દી વેન્ટિલેટર પર છે.

વડોદરા રૂરલમાં સૌથી વધુ 26,726 કેસ
વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 71,790 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં 9656, પશ્ચિમ ઝોનમાં 11,884 ઉત્તર ઝોનમાં 11,742, દક્ષિણ ઝોનમાં 11,746, વડોદરા ગ્રામ્યમાં 26,726 અને 36 કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે.

આ વિસ્તારમાં કોરોનાના નવા કેસો નોંધાયા
શહેરી વિસ્તારઃ
પ્રતાપનગર, ગોત્રી, મકરપુરા, નિઝામપુરા

ગ્રામ્યઃ સેવાસી.

અન્ય સમાચારો પણ છે...