તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના વડોદરા LIVE:આજે વધુ 5 પોઝિટિવ અને 12 દર્દીએ કોરોનાને માત આપી, 71,096 દર્દી રિકવર થયા અને કુલ કેસઃ71,770 થયા

વડોદરા25 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેર જિલ્લામાં આજે વધુ 5 પોઝિટિવ કેસ નોંધાયા છે. આમ પોઝિટિવ કેસનો કુલ આંક 71,770 ઉપર પહોંચી ગયો છે. વડોદરા જિલ્લામાં સત્તાવાર મૃત્યુઆંક 623 ઉપર સ્થિર રહ્યો છે. આજે વધુ 12 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 71,086 લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે. વડોદરામાં હાલ 51 એક્ટિવ કેસ પૈકી 7 દર્દી ઓક્સિજન ઉપર અને 6 દર્દી વેન્ટિલેટર પર છે.

વડોદરા રૂરલમાં સૌથી વધુ 26,719 કેસ
વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 71,770 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં 9655, પશ્ચિમ ઝોનમાં 11,879 ઉત્તર ઝોનમાં 11,738, દક્ષિણ ઝોનમાં 11,743, વડોદરા ગ્રામ્યમાં 26,719 અને 36 કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે.

આ વિસ્તારમાં કોરોનાના નવા કેસો નોંધાયા
શહેરી વિસ્તારઃ
મકરપુરા, ગોત્રી, વડસર

ગ્રામ્યઃ ભાદરવા, મલ્હારપુરા.

અન્ય સમાચારો પણ છે...