તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના વડોદરા LIVE:આજે વધુ 8 પોઝિટિવ અને 47 દર્દીએ કોરોનાને માત આપી, કુલ 70,980 દર્દી રિકવર થયા, કુલ કેસઃ71,720 થયા

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • વડોદરામાં છેલ્લા 24 કલાકમાં લેવાયેલા 1142 સેમ્પલ પૈકી 8 પોઝિટિવ અને 1234 નેગેટિવ આવ્યા

વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેર જિલ્લામાં આજે વધુ 8 કેસ નોંધાયા છે. આમ પોઝિટિવ કેસનો કુલ આંક 71,720 ઉપર પહોંચી ગયો છે. વડોદરા જિલ્લામાં સત્તાવાર મૃત્યુઆંક 623 ઉપર સ્થિર રહ્યો છે. આજે વધુ 47 દર્દીઓને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આમ અત્યાર સુધીમાં કુલ 70,980 લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે. વડોદરામાં હાલ 117 એક્ટિવ કેસ પૈકી 8 દર્દી ઓક્સિજન ઉપર અને 6દર્દી વેન્ટિલેટર પર છે.

મહા રસીકરણ અભિયાન હેઠળ વડોદરા જિલ્લામાં આજે 5705 લોકોએ રસી મૂકાવી
વડોદરા જિલ્લામાં જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા શરૂ કરવામાં આવેલા મહા રસીકરણ અભિયાન હેઠળ આજે 5705 લોકોએ રસી મૂકાવી હતી.. વડોદરા જિલ્લાના ગ્રામ વિસ્તારોમાં 18થી 44ની વય જૂથના દૈનિક 5 હજાર લોકોને રસી મૂકવાના લક્ષ્યાંક સાથે 25 કેન્દ્રોમાં રસી મુકવામાં આવી રહી હતી, પરંતુ, હવે રસીકેન્દ્રો વધારી ને ઉપરોક્ત વય જૂથ સહિત તમામ વય જૂથના દૈનિક 10 હજાર થી વધુ લોકોને રસી આપવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.

વડોદરા રૂરલમાં સૌથી વધુ 26,700 કેસ
વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 71,720 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં 9652, પશ્ચિમ ઝોનમાં 11,868, ઉત્તર ઝોનમાં 11,733, દક્ષિણ ઝોનમાં 11,731 વડોદરા ગ્રામ્યમાં 26,700 અને 36 કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે.

આ વિસ્તારમાં કોરોનાના નવા કેસો નોંધાયા
શહેરી વિસ્તારઃ
બાપોદ, વાસણા-ભાયલી રોડ, નિઝામપુરા, વડસર

ગ્રામ્યઃ ઇન્દ્રાડ, મહુવડ, ફાજલપુર, પાછિયાપુરા.

અન્ય સમાચારો પણ છે...