તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના વડોદરા LIVE:આજે વધુ 16 પોઝિટિવ અને 142 દર્દીએ કોરોનાને માત આપી, કુલ 70,764 દર્દી રિકવર થયા, કુલ કેસઃ71,689 થયા

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • વડોદરામાં છેલ્લા 24 કલાકમાં લેવાયેલા 1721 સેમ્પલ પૈકી 16 પોઝિટિવ અને 1705 નેગેટિવ આવ્યા

વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેર જિલ્લામાં આજે વધુ 16 કેસ નોંધાયા છે. આમ પોઝિટિવ કેસનો કુલ આંક 71,689 ઉપર પહોંચી ગયો છે. વડોદરા જિલ્લામાં સત્તાવાર મૃત્યુઆંક 623 ઉપર સ્થિર રહ્યો છે. આજે વધુ 142 દર્દીઓને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આમ અત્યાર સુધીમાં કુલ 70,764 લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે. વડોદરામાં હાલ 302 એક્ટિવ કેસ પૈકી 17 દર્દી ઓક્સિજન ઉપર અને 8 દર્દી વેન્ટિલેટર પર છે.

વડોદરા રૂરલમાં સૌથી વધુ 26,685 કેસ
વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 71,689 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં 9649, પશ્ચિમ ઝોનમાં 11,863, ઉત્તર ઝોનમાં 11,727, દક્ષિણ ઝોનમાં 11,727વડોદરા ગ્રામ્યમાં 26,685 અને 36 કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે.

આ વિસ્તારમાં કોરોનાના નવા કેસો નોંધાયા
શહેરી વિસ્તારઃ
કિશનવાડી, ગાજરાવાડી, જેતલપુર, વડસર, કારેલીબાગ, મકરપુરા, ગોરવા, તાંદલજા, દિવાળીપુરા

ગ્રામ્યઃ બાજવા, સેવાસી, સાંધા, પાદરા(અર્બન)

અન્ય સમાચારો પણ છે...