તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના વડોદરા LIVE:આજે વધુ 15 પોઝિટિવ અને 126 દર્દીએ કોરોનાને માત આપી, કુલ 70,023 દર્દી રિકવર, કુલ કેસઃ71,610 થયા

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • વડોદરામાં છેલ્લા 24 કલાકમાં લેવાયેલા 1369 સેમ્પલ પૈકી 15 પોઝિટિવ અને 1354 નેગેટિવ આવ્યા

વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેર જિલ્લામાં આજે વધુ 15 કેસ નોંધાયા છે. આમ પોઝિટિવ કેસનો કુલ આંક 71,610 ઉપર પહોંચી ગયો છે. વડોદરા જિલ્લામાં સત્તાવાર મૃત્યુઆંક 623 ઉપર સ્થિર રહ્યો છે. આજે વધુ 126 દર્દીઓને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આમ અત્યાર સુધીમાં કુલ 70,023 લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે. વડોદરામાં હાલ 1075 એક્ટિવ કેસ પૈકી 31 દર્દી ઓક્સિજન ઉપર અને 23 દર્દી વેન્ટિલેટર પર છે.

વડોદરા રૂરલમાં સૌથી વધુ 26,652 કેસ
વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 71,610 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં 9645, પશ્ચિમ ઝોનમાં 11,849, ઉત્તર ઝોનમાં 11,716, દક્ષિણ ઝોનમાં 11,712 વડોદરા ગ્રામ્યમાં 26,652 અને 36 કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે.

આ વિસ્તારમાં કોરોનાના નવા કેસો નોંધાયા
શહેરી વિસ્તારઃ
અટલાદરા, મકરપુરા, ઓપી રોડ, વડસર, અકોટા, યમુનામિલ, નિઝામપુરા, કિશનવાડી

ગ્રામ્યઃ દાજીપુરા, જાસપુર, પોર, વેમારડી, ભાયલી, વાઘોડિયા.

અન્ય સમાચારો પણ છે...