તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • The Total Number Of Positive Cases Reached 71,447, The Official Death Toll Was 622, With A Total Of 69,115 People Beating The Corona.

કોરોના વડોદરા LIVE:આજે વધુ 31 પોઝિટિવ અને 91 દર્દીએ કોરોનાને માત આપી, કુલ 69,206 દર્દી રિકવર, કુલ કેસઃ71,478 થયા

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • વડોદરામાં છેલ્લા 24 કલાકમાં લેવાયેલા 2067 સેમ્પલ પૈકી 31 પોઝિટિવ અને 2036 નેગેટિવ આવ્યા

વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેર જિલ્લામાં આજે વધુ 31 કેસ નોંધાયા છે. આમ પોઝિટિવ કેસનો કુલ આંક 71,478 ઉપર પહોંચી ગયો છે. કોરોનાથી આજે વધુ એક પણ દર્દીનું મોત થયું નથી. આમ વડોદરા જિલ્લામાં સત્તાવાર મૃત્યુઆંક 622 પર સ્થિર રહ્યો છે. આજે વધુ 91 દર્દીઓને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આમ અત્યાર સુધીમાં કુલ 69,206 લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે. વડોદરામાં હાલ 1650 એક્ટિવ કેસ પૈકી 53 દર્દી ઓક્સિજન ઉપર અને 40 દર્દી વેન્ટિલેટર પર છે.

વડોદરા રૂરલમાં સૌથી વધુ 26,593 કેસ
વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 71,478 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં 9640, પશ્ચિમ ઝોનમાં 11,816, ઉત્તર ઝોનમાં 11,716, દક્ષિણ ઝોનમાં 11,690 વડોદરા ગ્રામ્યમાં 26,593 અને 36 કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે.

આ વિસ્તારમાં કોરોનાના નવા કેસો નોંધાયા
શહેરી વિસ્તારઃ
અકોટા, તરસાલી, જેતલપુર, કપુરાઇ, માંજલપુર, વાસણા-ભાયલી રોડ, ગોત્રી, કિશનવાડી, નિઝામપુરા, વડસર, સુભાનપુરા, આજવા રોડ.

ગ્રામ્યઃ રણોલી, પાંડુ, ડભાસા, પુનિયાદ, પદલમા, કુણપદ, ફાજલપુર, સિંધરોટ, દશરથ.

અન્ય સમાચારો પણ છે...