તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • The Total Number Of Positive Cases Reached 71,409, The Official Death Toll Was 622, With A Total Of 69,017 People Beating The Corona.

કોરોના વડોદરા LIVE:આજે વધુ 38 પોઝિટિવ અને 98 દર્દીએ કોરોનાને માત આપી, કુલ 69,115 દર્દી રિકવર, કુલ કેસઃ71,447 થયા

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • વડોદરામાં છેલ્લા 24 કલાકમાં લેવાયેલા 2231 સેમ્પલ પૈકી 38 પોઝિટિવ અને 2193 નેગેટિવ આવ્યા

વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેર જિલ્લામાં આજે વધુ 38 કેસ નોંધાયા છે. આમ પોઝિટિવ કેસનો કુલ આંક 71,447 ઉપર પહોંચી ગયો છે. કોરોનાથી આજે વધુ એક પણ દર્દીનું મોત થયું નથી. આમ વડોદરા જિલ્લામાં સત્તાવાર મૃત્યુઆંક 622 પર સ્થિર રહ્યો છે. આજે વધુ 98 દર્દીઓને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આમ અત્યાર સુધીમાં કુલ 69,115 લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે. વડોદરામાં હાલ 1710 એક્ટિવ કેસ પૈકી 56 દર્દી ઓક્સિજન ઉપર અને 41 દર્દી વેન્ટિલેટર પર છે.

વડોદરા રૂરલમાં સૌથી વધુ 26,581 કેસ
વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 71,447 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં 9639, પશ્ચિમ ઝોનમાં 11,808, ઉત્તર ઝોનમાં 11,701, દક્ષિણ ઝોનમાં 11,682 વડોદરા ગ્રામ્યમાં 26,581 અને 36 કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે.

આ વિસ્તારમાં કોરોનાના નવા કેસો નોંધાયા
શહેરી વિસ્તારઃ
હરણી, યમુનામિલ, ફતેગંજ, દંતેશ્વર, નવાયાર્ડ, અલકાપુરી, સુભાનપુરા, કારેલીબાગ, માંજલપુર, માણેજા, સોમા તળાવ, અકોટા, ગોત્રી, વાઘોડિયા રોડ, ફતેપુરા

ગ્રામ્યઃ રણોલી, સોખડા, સાયર કુરલ, સાપિયા, દશરથ, અનગઢ, ચાલિયાર.

અન્ય સમાચારો પણ છે...