તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના વડોદરા LIVE:આજે વધુ 70 પોઝિટિવ અને 331 દર્દીએ કોરોનાને માત આપી, એક દર્દીનું મોત, કુલ કેસઃ71,309 થયા

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • વડોદરામાં છેલ્લા 24 કલાકમાં લેવાયેલા 3512 સેમ્પલ પૈકી 70 પોઝિટિવ અને 3442 નેગેટિવ આવ્યા

વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેર જિલ્લામાં આજે વધુ 70 કેસ નોંધાયા છે. આમ પોઝિટિવ કેસનો કુલ આંક 71,309 ઉપર પહોંચી ગયો છે. કોરોનાથી આજે વધુ એક દર્દીના મોત સાથે વડોદરા શહેર અને જિલ્લામાં સત્તાવાર મૃત્યુઆંક 622 પર સ્થિર રહ્યો છે. આજે વધુ 331 દર્દીઓને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આમ અત્યાર સુધીમાં કુલ 68,815 લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે. વડોદરામાં હાલ 1872 એક્ટિવ કેસ પૈકી 76 દર્દી ઓક્સિજન ઉપર અને 52 દર્દી વેન્ટિલેટર પર છે.

અધિકારીઓ-જન પ્રતિનિધિઓ વચ્ચેના સંકલનથી બીજી લહેરના પડકારોનો સફળ સામનો થઇ શક્યો: ડો.વિનોદ રાવ
ખાસ ફરજ પરના અધિકારી અને શિક્ષણ સચિવ ડો.વિનોદ રાવે જણાવ્યું હતું કે, વડોદરામાં તમામ અધિકારીઓ અને જન પ્રતિનિધિઓ વચ્ચે સમુચિત સંકલનથી કોરોનાની બીજી લહેરમાં પડકારોનો સફળ સામનો થઈ શક્યો. તેમણે ટીમ વડોદરાના તમામ યોગદાનીઓના યોગદાનને દિલથી બિરદાવ્યું હતું. ડો.રાવે શનિવારે જી.ઇ.બી. અતિથિ ગૃહ ખાતે શહેર પોલીસ કમિશનર, મ્યુનિસીપલ કમિશનર, કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પોલીસ અધિક્ષક તેમજ કોવિડ કટોકટીમાં સેવા આપનારા તમામ નોડલ અધિકારીઓ સાથે અનોપચારિક સ્નેહ મિલન પ્રસંગે ઉપર પ્રમાણે જણાવ્યું હતું.

ડો.રાવે જણાવ્યું હતું કે, કલેકટર તરીકે શાલિની અગ્રવાલે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કોવિડ મેનેજમેન્ટની અને ઓક્સિજન મેનેજમેન્ટ તથા રેમડેસિવિરના વિતરણની ખૂબ સંવેદનશીલ જવાબદારીઓ બખૂબી અદા કરી હતી. તેમને મ્યુનિસિપલ કમિશનરની નવી ભૂમિકામાં આવકારી શુભકામનાઓ પાઠવી હતી. હવે પછીના સમયમાં આપણે આ સુસંકલિત કામગીરી એ જ ભાવના અને ધગશ સાથે આગળ ધપાવીએ અને ટીમ વડોદરા તરીકે શહેર અને જિલ્લાને સલામત રાખીએ તેવો તેમણે અનુરોધ કર્યો હતો.

વડોદરા રૂરલમાં સૌથી વધુ 26,529 કેસ
વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 71,309 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં 9626, પશ્ચિમ ઝોનમાં 11,779, ઉત્તર ઝોનમાં 11,682, દક્ષિણ ઝોનમાં 11,657 વડોદરા ગ્રામ્યમાં 26,529 અને 36 કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે.

આ વિસ્તારમાં કોરોનાના નવા કેસો નોંધાયા
શહેરી વિસ્તારઃ
ગોત્રી, ગોરવા, સુભાનપુરા, વાઘોડિયા રોડ, અલકાપુરી, માંજલપુર, માણેજા, નિઝામપુરા, કારેલીબાગ, દંતેશ્વર, સોમા તળાવ, ફતેગંજ, શિયાબાગ, સમા, પ્રતાપનગર, સવાદ, આજવા રોડ, વડસર

ગ્રામ્યઃ ડભોઇ, પાદરા, કરજણ, સાવલી(અર્બન), લતીપુરા, વેમાલી, મુજપુર, વરસાડા, શેરખી, ગોરજ, સેવાલી, રણુ

અન્ય સમાચારો પણ છે...