તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના વડોદરા LIVE:આજે વધુ 121 પોઝિટિવ અને 582 દર્દીએ કોરોનાને માત આપી, વધુ એક દર્દીનું મોત, કુલ કેસઃ 70,964 થયા

વડોદરા9 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • વડોદરામાં છેલ્લા 24 કલાકમાં લેવાયેલા 4321 સેમ્પલ પૈકી 121 પોઝિટિવ અને 4200 નેગેટિવ આવ્યા

વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેર જિલ્લામાં આજે વધુ 121 કેસ નોંધાયા છે. આમ પોઝિટિવ કેસનો કુલ આંક 70,964 ઉપર પહોંચી ગયો છે. આદે વધુ એક દર્દીના મોત સાથે કોરોનાથી વડોદરા શહેર અને જિલ્લામાં સત્તાવાર મૃત્યુઆંક 620 પર પહોંચ્યો છે. આજે વધુ 582 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 67,078 લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે. વડોદરામાં હાલ 3266 એક્ટિવ કેસ પૈકી 102 દર્દી ઓક્સિજન ઉપર અને 71 દર્દી વેન્ટિલેટર પર છે.

વડોદરા રૂરલમાં સૌથી વધુ 26,382 કેસ
વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 70,964 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં 9606, પશ્ચિમ ઝોનમાં 11,666, ઉત્તર ઝોનમાં 11,702, દક્ષિણ ઝોનમાં 11,638 વડોદરા ગ્રામ્યમાં 26,382 અને 36 કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે.

આ વિસ્તારમાં કોરોનાના નવા કેસો નોંધાયા
શહેરઃ
ઇલોરાપાર્ક, ગોત્રી, વડસર, ગોરવા, કારેલીબાગ, શિયાબાગ, માંજલપુર, સમા, તરસાલી, સુભાનપુરા, નિઝામપુરા, છાણી, માણેજા, સોમા તળાવ, હરણી, તાંદલજા, વાસણા રોડ, વારસીયા, ફતેપુરા, અટલાદરા, આજવા રોડ, અલકાપુરી, ન્યુ વીઆઇપી રોડ

ગ્રામ્યઃ પાદરા, સાવલી, ડભોઇ, કરજણ, લતીપુરા, વણીયાદ, વેમાલી, મુજપુર, વરસાડા, સાંઢાસાલ, ઉમરવા, કોલીયાદ, ચાપડ, ભાયલી, મેવાલી, તલસટ, કુંઢેલા.

અન્ય સમાચારો પણ છે...