તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • The Total Number Of Positive Cases Reached 70,691, The Official Death Toll Was 618, With A Total Of 65,808 People Beating The Corona.

કોરોના વડોદરા LIVE:આજે વધુ 152 પોઝિટિવ અને 688 દર્દીએ કોરોનાને માત આપી, વધુ એક દર્દીનું મોત, કુલ કેસઃ70,843 થયા

વડોદરા6 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેર જિલ્લામાં આજે વધુ 152 કેસ નોધાયા છે. આમ પોઝિટિવ કેસનો કુલ આંક 70,843 ઉપર પહોંચી ગયો છે. આજે વધુ 1 દર્દીના મોત કોરોનાથી વડોદરા શહેર અને જિલ્લામાં સત્તાવાર મૃત્યુઆંક 619 પર પહોંચ્યો છે. આજે વધુ 688 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આમ અત્યાર સુધીમાં કુલ 66,496 લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે. વડોદરામાં હાલ 4265 એક્ટિવ કેસ પૈકી 123 દર્દી ઓક્સિજન ઉપર અને 83 દર્દી વેન્ટિલેટર પર છે.

નવલખી ખાતે ઓક્સિજન રિફિલિંગ સેન્ટર બંધ કરાયું
વડોદરા સહિત સમગ્ર રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસોમાં ઘટાડો થતાં તંત્રે રાહતનો શ્વાસ લીધો છે. કોરોનાના કેસો ઘટતા ઓક્સિજનની માગ ઘટી છે, પરિણામે તંત્ર દ્વારા નવલખી મેદાન ખાતે શરૂ કરવામાં આવેલો ઓક્સિજન પ્લાન્ટ બંધ કરવાનો નિર્ણય લીધો છે. એપ્રિલ મહિના અને બે મહિનાના પ્રથમ અઠવાડિયામાં વડોદરાની તમામ હોસ્પિટલમાં 11,084 દર્દીઓ સારવાર લઇ રહ્યા હતા જેથી 180 ટન ઓક્સિજનની જરૂરિયાત ઊભી થતાં નવલખી મેદાન ખાતે તાત્કાલિક ધોરણે લિક્વિડ ઓક્સિજનમાં માટેનું ફિલિંગ સેન્ટર શરૂ કરવામાં આવ્યું હતું. હવે કેસો ઘટતા વડોદરામાં ઓક્સિજનની માંગ હવે ઘટીને માત્ર 50 ટનની રહી છે, જેથી હવે નવલખી ખાતેનો ઓક્સિજન પ્લાન્ટ બંધ કરવાનો નિર્ણય તંત્ર દ્વારા લેવામાં આવ્યો છે. ત્યારે કોવિડમાં વિશેષ ફરજ પરના નોડલ ઓફિસર ડો.શીતલ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે, કોરોનાના કેસોની સંખ્યામાં ઘટાડો થતાં તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.

વડોદરા રૂરલમાં સૌથી વધુ 26,343 કેસ
વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 70,843 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં 9592, પશ્ચિમ ઝોનમાં 11,666, ઉત્તર ઝોનમાં 11,624, દક્ષિણ ઝોનમાં 11,582 વડોદરા ગ્રામ્યમાં 26,343 અને 36 કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે.

આ વિસ્તારમાં કોરોનાના નવા કેસો નોંધાયા
શહેરઃ
ફતેગંજ, તાંદલજા, જેતલપુર, એકતાનગર, છાણી, મકરપુરા, સમા, હરણી, કારેલીબાગ, માંજલપુર, કિશનવાડી, પ્રતાપગનર, બાપોદ, અકોટા, નવીધરતી, ગોકુલનગર, નાગરવાડા, પાણીગેટ

ગ્રામ્યઃ પાદરા, સાવલી, ડભોઇ, કરજણ, દોડકા, ચાપડ, પોર, આસોજ, ચોરભૂજ, મુજપુર, બાજવા, વેમાર, અવાખલ, શેરખી, ગોરજ, સેવાસી, રણુ, નંદેસરી, વાઘોડિયા, ચાણોદ.

અન્ય સમાચારો પણ છે...