તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • The Total Number Of Positive Cases Reached 70,509, The Official Death Toll Was 617, With A Total Of 65,054 People Beating The Corona.

કોરોના વડોદરા LIVE:આજે વધુ 182 નેગેટિવ અને 754 દર્દીએ કોરોનાને માત આપી, વધુ એક દર્દીનું મોત, કુલ કેસઃ70,691 થયા

વડોદરા12 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેર જિલ્લામાં આજે વધુ 182 કેસ નોધાયા છે. આમ પોઝિટિવ કેસનો કુલ આંક 70,691 ઉપર પહોંચી ગયો છે. આજે વધુ 1 દર્દીના મોત કોરોનાથી વડોદરા શહેર અને જિલ્લામાં સત્તાવાર મૃત્યુઆંક 618 પર પહોંચ્યો છે. આજે વધુ 754 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આમ અત્યાર સુધીમાં કુલ 65,808 લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે. વડોદરામાં હાલ 4265 એક્ટિવ કેસ પૈકી 123 દર્દી ઓક્સિજન ઉપર અને 83 દર્દી વેન્ટિલેટર પર છે.

વડોદરા રૂરલમાં સૌથી વધુ 26,298 કેસ
વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 70,509 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં 9578, પશ્ચિમ ઝોનમાં 11,624, ઉત્તર ઝોનમાં 11,605, દક્ષિણ ઝોનમાં 11,550 વડોદરા ગ્રામ્યમાં 26,691 અને 36 કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે.

આ વિસ્તારમાં કોરોનાના નવા કેસો નોંધાયા
શહેરઃ
ગોત્રી, ગોરવા, સુભાનપુરા, વારસીયા, વાઘોડિયા રોડ, અલકાપુરી, માંજલપુર, માણેજા, નિઝામપુરા, કારેલીબાગ, દંતેશ્વર, સોમા તળાવ, ફતેગંજ, શિયાબાગ, સમા, પ્રતાપનગર, સવાદ, આજવા રોડ, વડસર

ગ્રામ્યઃ પાદરા, સાવલી, ડભોઇ, સેવાસી શિનોર, દારાપુર, વલણ, ચોરંદા, ભાદરી, ફાજલપુર, કોયલી, સાઠોદ, ભોજ, ભાયલી.

અન્ય સમાચારો પણ છે...