તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના વડોદરા LIVE:આજે વધુ 193 પોઝિટિવ અને 727 દર્દીએ કોરોનાને માત આપી, વધુ 1 દર્દીનું મોત, કુલ કેસઃ70,509 થયા

વડોદરા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • વડોદરામાં છેલ્લા 24 કલાકમાં લેવાયેલા 6211 સેમ્પલ પૈકી 193 પોઝિટિવ અને 6018 નેગેટિવ આવ્યા

વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેર જિલ્લામાં પોઝિટિવ કેસનો કુલ આંક 70,509 ઉપર પહોંચી ગયો છે. આજે વધુ 1 દર્દીના મોત કોરોનાથી વડોદરા શહેર અને જિલ્લામાં સત્તાવાર મૃત્યુઆંક 617 પર પહોંચ્યો છે. આજે વધુ 727 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આમ અત્યાર સુધીમાં કુલ 65,054 લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે. વડોદરામાં હાલ 4838 એક્ટિવ કેસ પૈકી 134 દર્દી ઓક્સિજન ઉપર અને 89 દર્દી વેન્ટિલેટર પર છે.

વડોદરા રૂરલમાં સૌથી વધુ 26,247 કેસ
વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 70,509 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં 9565, પશ્ચિમ ઝોનમાં 11,590, ઉત્તર ઝોનમાં 11,569, દક્ષિણ ઝોનમાં 11,502 વડોદરા ગ્રામ્યમાં 26,247 અને 36 કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે.

આ વિસ્તારમાં કોરોનાના નવા કેસો નોંધાયા
શહેરઃ
માંજલપુર, સમા, પાણીગેટ, કિશનવાડી, ફતેગંજ, સુભાનપુરા, વાઘોડિયા રોડ, નાગરવાડા, નિઝામપુરા, તાંદલજા, વાસણા રોડ, જેતલપુર, કારેલીબાગ, અકોટા, એકતાનગર, વારસીયા, ફતેપુરા, અટલાદરા, તરસાલી, આજવા રોડ, વાઘોડિયા રોડ, ગોત્રી, અલકાપુરી, ગોકુલનગર

ગ્રામ્યઃ પાદરા, ડભોઇ, કરજણ, રણુ, સાધી, પુનીયાદ, છાલીયેર, કેલનપુર, રણોલી, ધાવટ, એકલબારા, જરોદ, રારોદ, ચોરંદા, સાઠોદ, શિનોર, છત્રાલ, નવા શિહોરા.

અન્ય સમાચારો પણ છે...