તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના વડોદરા LIVE:આજે વધુ 229 પોઝિટિવ અને 713 દર્દીએ કોરોનાને માત આપી, કુલ 63,628 દર્દી રિકવર, કુલ કેસ 70 હજારને પાર થઇને 70,104 થયા

વડોદરા9 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • વડોદરામાં છેલ્લા 24 કલાકમાં લેવાયેલા 6541 સેમ્પલ પૈકી 229 પોઝિટિવ અને 6312 નેગેટિવ આવ્યા

વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, આજે વધુ 229 કેસ સાથે વડોદરા શહેર જિલ્લામાં પોઝિટિવ કેસ સાથે કુલ આંક 70,104 ઉપર પહોંચી ગયો છે. કોરોનાથી આજે વધુ 2 વડોદરા શહેર અને જિલ્લામાં સત્તાવાર મૃત્યુઆંક 614 પર પહોંચ્યો છે. આજે વધુ 713 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આમ અત્યાર સુધીમાં કુલ 63,628 લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે. વડોદરામાં હાલ 5862 એક્ટિવ કેસ પૈકી 163 દર્દી ઓક્સિજન ઉપર અને 102 દર્દી વેન્ટિલેટર પર છે.

વડોદરા રૂરલમાં સૌથી વધુ 26,100 કેસ
વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 70,104 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં 9528, પશ્ચિમ ઝોનમાં 11,492, ઉત્તર ઝોનમાં 11,509, દક્ષિણ ઝોનમાં 11,439 વડોદરા ગ્રામ્યમાં 26,100 અને 36 કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે.

આ વિસ્તારમાં કોરોનાના નવા કેસો નોંધાયા
શહેરઃ
મકરપુરા, માણેજા, સુભાનપુરા, સમા, નાગરવાડા, કિશનવાડી, વારસીયા, વાઘોડિયા રોડ, ગોરવા, અટલાદરા, હરણી, ન્યૂ વીઆઇપી રોડ, તરસાલી, ફતેપુરા, શિયાબાગ, એકતાનગર, ગોકુલનગર, આજવા રોડ, માંજલપુર, તાંદલજા, સોમા તળાવ, વડસર, વાસણા રોડ, ગોત્રી, પાણીગેટ

ગ્રામ્યઃ ડભોઇ, પાદરા, કરજણ, લીમડા, વાઘોડિયા, સીમલી, ચોરંદા, ગોરજ, હાંડોદ, મોભા, થુવાવી, સોખડા ખુર્દ, ઇટોલા, પીંડપા, સૈદલ, વેમારડી, રણુ, દુમાડ, સાંઢાસાલ, વરસાડા, હાથીપુરા, વેમાલી, ટીંબી, અનગઢ.

અન્ય સમાચારો પણ છે...