કોરોના વડોદરા LIVE:આજે વધુ 258 પોઝિટિવ અને 514 દર્દીએ કોરોનાને માત આપી, કુલ 62,915 દર્દી રિકવર થયા, કુલ કેસઃ69,875 થયા

વડોદરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • વડોદરામાં છેલ્લા 24 કલાકમાં લેવાયેલા 6615 સેમ્પલ પૈકી 258 પોઝિટિવ અને 6357 નેગેટિવ આવ્યા

વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, આજે વધુ 258 કેસ સાથે વડોદરા શહેર જિલ્લામાં પોઝિટિવ કેસ સાથે કુલ આંક 69,875 ઉપર પહોંચી ગયો છે. કોરોનાથી આજે વધુ 2 વડોદરા શહેર અને જિલ્લામાં સત્તાવાર મૃત્યુઆંક 612 પર પહોંચ્યો છે. આજે વધુ 514 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આમ અત્યાર સુધીમાં કુલ 62,915 લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે. વડોદરામાં હાલ 6606 એક્ટિવ કેસ પૈકી 187 દર્દી ઓક્સિજન ઉપર અને 118 દર્દી વેન્ટિલેટર પર છે.

વડોદરા રૂરલમાં સૌથી વધુ 26,013 કેસ
વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 69,875 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં 9508, પશ્ચિમ ઝોનમાં 11,439, ઉત્તર ઝોનમાં 11,489, દક્ષિણ ઝોનમાં 11,390 વડોદરા ગ્રામ્યમાં 26,013 અને 36 કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે.

આ વિસ્તારમાં કોરોનાના નવા કેસો નોંધાયા
શહેરઃ
અલકાપુરી, અકોટા, માંજલપુર, જેતલપુર, ગોરવા, શિયાબાગ, વાસણા-ભાયલી રોડ, ફતેગંજ, નવાયાર્ડ, છાણી, નિઝામપુરા, તરસાલી, વડસર, કારેલીબાગ, પ્રતાપનગર, વાઘોડિયા રોડ, ગોકુલનગર, યમુનામિલ, સવાદ, ગોત્રી, સુભાનપુરા, મકરપુરા, ઓપી રોડ,

ગ્રામ્યઃ ડભોઇ, પાદરા, કરજણ, સાવલી, અંકોડિયા, બીલ, ભાયલી, વાઘોડિયા, ભીમપુરા, ગવાસદ, પોર, વરણામા, લીલોડ, અનગઢ, માલસર, ઢોલાર, ઇટોલા, રણોલી, કોયલી, અંટોલી, મીંઢોલ, દેરોલી, મારેઠા, બામણગામ, વેમાર, મોટા ફોફડિયા, રવાલ, તેજપુર.

અન્ય સમાચારો પણ છે...