તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના વડોદરા LIVE:આજે વધુ 275 પોઝિટિવ અને 501 દર્દીએ કોરોનાને માત આપી, વધુ 2 દર્દીના મોત, કુલ કેસઃ69,617 થયા

વડોદરા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • વડોદરામાં છેલ્લા 24 કલાકમાં લેવાયેલા 6711 સેમ્પલ પૈકી 275 પોઝિટિવ અને 6436 નેગેટિવ આવ્યા

વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, આજે વધુ 275 કેસ સાથે વડોદરા શહેર જિલ્લામાં પોઝિટિવ કેસ સાથે કુલ આંક 69,617 ઉપર પહોંચી ગયો છે. કોરોનાથી આજે વધુ 2 વડોદરા શહેર અને જિલ્લામાં સત્તાવાર મૃત્યુઆંક 610 પર પહોંચ્યો છે. આજે વધુ 501 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આમ અત્યાર સુધીમાં કુલ 62,401 લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે. વડોદરામાં હાલ 6606 એક્ટિવ કેસ પૈકી 187 દર્દી ઓક્સિજન ઉપર અને 118 દર્દી વેન્ટિલેટર પર છે.

ઓક્સિજન પ્લાન્ટ, વેન્ટીલેટર્સ, બાયપેપ મશીન અને ઓક્સિજન કોન્સ્ટ્રેટરનું રાજ્યપાલે લોકાર્પણ કર્યું
વડોદરા ખાતે વ્રજધામ આધ્યાત્મિક સંકુલ અને વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશનના સહયોગથી નિર્મિત ઓક્સિજન પ્લાન્ટ, વેન્ટીલેટર્સ, બાયપેપ મશીન અને ઓક્સિજન કોન્સ્ટ્રેટરનું ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે લોકાર્પણ કર્યું હતું. તેઓએ જણાવ્યું હતું કે, વિશ્વ કલ્યાણની વિચારધારા આપણી સંસ્કૃતિનો આધાર છે અને વૈષ્ણવ સંપ્રદાયે કોરોનાના કપરા કાળમાં જનસેવાને જ સાચી સેવા માનીને આપણી વિશ્વ કલ્યાણની ભાવનાને ચરિતાર્થ કરી છે.

વડોદરા રૂરલમાં સૌથી વધુ 25,911 કેસ
વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 69,617 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં 9492, પશ્ચિમ ઝોનમાં 11,400, ઉત્તર ઝોનમાં 11,447, દક્ષિણ ઝોનમાં 11,341 વડોદરા ગ્રામ્યમાં 25,911 અને 36 કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે.

આ વિસ્તારમાં કોરોનાના નવા કેસો નોંધાયા
શહેરઃ સુભાનપુરા, ગોરવા, અકોટા, મકરપુરા, માંજલપુર, સોમા તળાવ, ફતેપુરા, જેતલપુર, વાઘોડિયા રોડ, ગોત્રી, શિયાબાગ, બાપોદ, છાણી, સમા, હરણી, અલકાપુરી, વડસર, આરવી દેસાઇ રોડ, વાસણા-ભાયલી રોડ, માણેજા, દંતેશ્વર, ફતેગંજ, નવીધરતી, કારેલાબાગ, વારસીયા, આજવા રોડ, રામદેવનગર

ગ્રામ્યઃ ડભોઇ, પાદરા, કરજણ, વરણામા, બીલ, ભાયલી, મંજુસર, ગુગલીયાપુરા, દશરથ, ડભાસા, હાથીપુરા, નાડા, જાસપુર, રુવાદ, સોખડા, ટીમ્બા, કરખડી, કોયલી, શિનોર, હાંડોદ, સરસોલી, પોર, સિહોર, કણજત, કુરાલ, દારાપુરા, જેસિંગપુરા.

અન્ય સમાચારો પણ છે...