તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના વડોદરા LIVE:આજે વધુ 311 પોઝિટિવ અને 546 દર્દીએ કોરોનાને માત આપી, વધુ 2 દર્દીના મોત, કુલ કેસઃ69,342 થયા

વડોદરા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • વડોદરામાં છેલ્લા 24 કલાકમાં લેવાયેલા 7405 સેમ્પલ પૈકી 311 પોઝિટિવ અને 7094 નેગેટિવ આવ્યા

વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, આજે વધુ 311 કેસ સાથે વડોદરા શહેર જિલ્લામાં પોઝિટિવ કેસ સાથે કુલ આંક 69,342 ઉપર પહોંચી ગયો છે. કોરોનાથી આજે વધુ 2 વડોદરા શહેર અને જિલ્લામાં સત્તાવાર મૃત્યુઆંક 608 પર પહોંચ્યો છે. આજે વધુ 546 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આમ અત્યાર સુધીમાં કુલ 61,900 લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે. વડોદરામાં હાલ 6834 એક્ટિવ કેસ પૈકી 197 દર્દી ઓક્સિજન ઉપર અને 127 દર્દી વેન્ટિલેટર પર છે.

વડોદરા રૂરલમાં સૌથી વધુ 25,798 કેસ
વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 69,342 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં 9464, પશ્ચિમ ઝોનમાં 11,336, ઉત્તર ઝોનમાં 11,415, દક્ષિણ ઝોનમાં 11,293 વડોદરા ગ્રામ્યમાં 25,798 અને 36 કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે.

આ વિસ્તારમાં કોરોનાના નવા કેસો નોંધાયા
શહેરઃ
માંજલપુર, કારેલીબાગ, અકોટા, સમા, હરણી, નિઝામપુરા, વડસર, માણેજા, સુભાનપુરા, ઇલોરાપાર્ક, દંતેશ્વર, સોમા તળાવ, ફતેપુરા, તરસાલી, ગોરવા, ગોકુલનગર, ગોત્રી, શિયાબાગ, મકરપુરા, પ્રતાપનગર, કિશનવાડી, આજવા રોડ, ઓપી રોડ, જેતલપુર, વાઘોડિયા રોડ, છાણી

ગ્રામ્યઃ ડભોઇ, પાદરા, સાવલી, કરજણ, નંદેસરી, ધાવટ, લક્ષ્મીપુરા, થુવાવી, સીમલી, બીલ, રાજુપુરા, વલણ, રવાલ, સોમજીપુરા, વાઘોડિયા, ઇટોલા, દુમાડ, પોર, કારવણ, કોલિયાદ, અણખી, ડબકા, રાઇપુરા, બાજવા, દારાપુરા, ગામેઠા, ઉડેરા.

અન્ય સમાચારો પણ છે...