તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના વડોદરા LIVE:15 દિવસ પછી આજે 900 ઓછા કેસ, વધુ 886 પોઝિટિવ, રેકોર્ડબ્રેક 1019 દર્દીએ કોરોનાને માત આપી, કેસનો કુલ આંક 60 હજારને પાર થઇને 60,862 થયો

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • વડોદરામાં છેલ્લા 24 કલાકમાં લેવાયેલા 10,423 સેમ્પલ પૈકી 886 પોઝિટિવ અને 9537 નેગેટીવ આવ્યા

વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેર જિલ્લામાં આજે 15 દિવસ પછી 900થી ઓછા કેસ નોંધાયા છે. આજે વધુ 886 કેસ સાથે પોઝિટિવ કેસનો કુલ આંક 60,862 ઉપર પહોંચી ગયો છે. કોરોનાથી આજે વધુ 6 દર્દીના મોત સાથે વડોદરા શહેર અને જિલ્લામાં મૃત્યુઆંક 544 પર પહોંચ્યો છે. આજે રેકોર્ડબ્રેક 1019 દર્દીએ કોરોનાને માત આપી છે. આમ અત્યાર સુધીમાં કુલ 50,487 લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે. વડોદરામાં હાલ 9831 એક્ટિવ કેસ પૈકી 465 દર્દી ઓક્સિજન ઉપર અને 303 દર્દી વેન્ટિલેટર પર છે.

વડોદરા રૂરલમાં સૌથી વધુ 22,506 કેસ
વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 60,862 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં 8530, પશ્ચિમ ઝોનમાં 9778, ઉત્તર ઝોનમાં 10,185, દક્ષિણ ઝોનમાં 9827 વડોદરા ગ્રામ્યમાં 22,506 અને 36 કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે.

આ વિસ્તારમાં કોરોનાના નવા કેસો નોંધાયા
શહેરઃ
કારેલીબાગ, અટલાદરા, તરસાલી, પાણીગેટ, ફતેપુરા, રાજમહેલ રોડ, તાંદલજા, સુભાનપુરા, છાણી, નવાયાર્ડ, પ્રતાપનગર, દંતેશ્વર, માણેજા, વડસર, ગોરવા, કલાલી, યમુનામીલ, સોમા તળાવ, વાઘોડિયા રોડ, રાવપુરા, હરણી, કિશનવાડી, નવીધરતી, ફતેગંજ, વારસીયા, ગોત્રી, અકોટા, અલકાપુરી

ગ્રામ્યઃ ડભોઈ, પાદરા, કરજણ, સોખડા, પોર, દશરથ, લીમડા, લાલજીપુરા, ધાનોરા, સીસવા, આજોડ, અનગઢ, ગોરજ, વાઘોડિયા, પીપરીયા, કુંઢેલા, ચોરંદા, ચાણોદ, હાંડોદ, પીંગલવાડા, વલણ, સનીયાદ, જુનીજીથરડી, નંદેસરી, કારવણ, પદમલા, જરોદ, કરખડી, રવાલ, શિનોર, ઢોલાર, શેરખી, થુવાવી, પુનીયાદ, એકલબારા, ડભાસા, લુણા, મુજપુર.

અન્ય સમાચારો પણ છે...