તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના વડોદરા LIVE:બીજી લહેરમાં પહેલીવાર પોઝિટિવ કરતા રિકવર દર્દીઓની સંખ્યા વધુ, આજે 953 પોઝિટિવ, 968 દર્દીએ કોરાનાને માત આપી, વધુ 10 દર્દીના મોત, કુલ કેસઃ55,320 થયા

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • વડોદરામાં છેલ્લા 24 કલાકમાં લેવાયેલા 9958 સેમ્પલ પૈકી 953 પોઝિટિવ અને 9005 નેગેટિવ આવ્યા

વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેર જિલ્લામાં આજે વધુ 954 કેસ સાથે પોઝિટિવ કેસનો કુલ આંક 55,320 ઉપર પહોંચી ગયો છે. કોરોનાથી વધુ 11 મોત સાથે વડોદરા શહેર અને જિલ્લામાં મૃત્યુઆંક 491 પર પહોંચ્યો છે. આજે વધુ 968 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. આમ અત્યાર સુધીમાં કુલ 44,646 લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે. વડોદરામાં હાલ 10,173 એક્ટિવ કેસ પૈકી 552 દર્દી ઓક્સિજન ઉપર અને 349 દર્દી વેન્ટિલેટર પર છે.

સિંધરોટ ગામમાં 12થી 26 મે સુધી સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરાયું
વડોદરા પાસે આવેલા સિંધરોટ ગામમાં 12થી 26 મે સુધી સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. બપોરે એક વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી ગામમાં લોકડાઉન રાખવાનો ગ્રામ પંચાયતો નિર્ણય કર્યો છે.

OSDએ ગોત્રી હોસ્પિટલની મુલાકાત લીધી
ખાસ ફરજ પરના અધિકારી ડો. વિનોદ રાવે મંગળવાર ની રાત્રે ગોત્રી હોસ્પિટલની મુલાકાત લઈને પરિસ્થિતિ નો પરામર્શ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, આજ સવારના 8થી રાત્રિના 8 સુધીના 12 કલાકના સમયગાળામાં ઓપીડીમાં 240 લોકોનું નિદાન કરવામાં આવ્યું હતું અને પ્રવાહ સતત ચાલુ રહ્યો છે. તે પૈકી અંદાજે 75 દર્દીને ગોત્રી હોસ્પિટલમાં અને 45 દર્દીને અન્ય હોસ્પિટલોમાં દાખલ કર્યાં હતા. હાલમાં અહી 530 દાખલ દર્દીઓ સારવાર હેઠળ છે.

પોઝિટિવ કેસનો કુલ આંક 54,367 ઉપર પહોંચ્યો
વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેર જિલ્લામાં પોઝિટિવ કેસનો કુલ આંક 54,367 ઉપર પહોંચી ગયો છે. વડોદરા શહેર અને જિલ્લામાં મૃત્યુઆંક 491 પર પહોંચ્યો છે. અત્યાર સુધીમાં કુલ 43,678 લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે. વડોદરામાં હાલ 10,198 એક્ટિવ કેસ પૈકી 571 દર્દી ઓક્સિજન ઉપર અને 357 દર્દી વેન્ટિલેટર પર છે.

વડોદરા રૂરલમાં સૌથી વધુ 19,772 કેસ
વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 55,320 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં 7861, પશ્ચિમ ઝોનમાં 9088, ઉત્તર ઝોનમાં 9471, દક્ષિણ ઝોનમાં 9111 વડોદરા ગ્રામ્યમાં 19,772 અને 36 કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે.

આ વિસ્તારમાં કોરોનાના નવા કેસો નોંધાયા
શહેરઃ
નિઝામપુરા, મકરપુરા, કપુરાઇ, અટલાદરા, સુભાનપુરા, વાસણા-ભાયલી રોડ, રામદેવનગર, સમા, ગોકુલનગર, વાઘોડિયા રોડ, કારેલીબાગ, કિશનવાડી, હરણી, અલકાપુરી, તરસાલી, વારસીયા, વડસર, માણેજા, નાગરવાડા, માંજલપુર, તાંદલજા, ઇલોરાપાર્ક, પાણીગેટ, દિવાળીપુરા, સોમા તળાવ, દંતેશ્વર, વાડી, કિશનવાડી

ગ્રામ્યઃ સાવલી, પાદરા, કરજણ, ડભોઇ, ભાયલી, બીલ, ઉંડેરા, પીપળીયા, વાઘોડિયા, અંકોડિયા, રતનપુર, શિનોર, રવાલ, દેણા, અમલીયારા, ગણેશપુરા, કોટંબી, રાયપુરા, ડભાસા, ફરતીકુઇ, સોખડા, વેમાલી, જાસપુર, કરોડિયા, સેવાસી, ગોઠડા, અણખી, પોર, વરણામા, રણોલી, ભીમપુરા, ઇટોલા, લીમડા, દોડકા, કરનાલ, નાડા, પદમલા, રાયકા, સાંકરદા, નંદેસરી, પાંડુ, ડેસર, ગણેશપુરા, મોક્ષી, ભાદરવા સમલાયા

અન્ય સમાચારો પણ છે...