તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના વડોદરા LIVE:આજે વધુ રેકોર્ડબ્રેક 935 કેસ, વધુ 12 દર્દીના મોત સાથે સત્તાવાર મૃત્યુઆંક 424, કુલ કેસઃ 48,568 થયા

વડોદરા8 દિવસ પહેલા
  • કૉપી લિંક
મૃતક પીઆઇ આર.આર. રાઠવાની ફાઇલ તસવીર - Divya Bhaskar
મૃતક પીઆઇ આર.આર. રાઠવાની ફાઇલ તસવીર
  • વડોદરામાં છેલ્લા 24 કલાકમાં લેવાયેલા 10,147 સેમ્પલ પૈકી 935 પોઝિટિવ અને 9212 નેગેટિવ આવ્યા

વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેર જિલ્લામાં આજે વધુ રેકોર્ડબ્રેક 935 કેસ સાથે પોઝિટિવ કેસનો કુલ આંક 48,568 ઉપર પહોંચી ગયો છે. કોરોનાથી વધુ 12 મોત સાથે વડોદરા શહેર અને જિલ્લામાં સત્તાવાર મૃત્યુઆંક 424 પર પહોંચ્યો છે. આજે વધુ 745 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. આમ અત્યાર સુધીમાં કુલ 39,084 લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે. વડોદરામાં હાલ 9060 એક્ટિવ કેસ પૈકી 582 દર્દી ઓક્સિજન ઉપર અને 368 દર્દી વેન્ટિલેટર ઉપર છે અને 8110 દર્દીની હાલત સ્થિર છે.

સમરસ હોસ્પિટલમાં રિકવરી અને ડિસ્ચાર્જ રેટ વધી રહ્યો છે
ખાસ ફરજ પરના અધિકારી અને શિક્ષણ સચિવ ડો.વિનોદ રાવે સમરસ કોવિડ હોસ્પિટલની મુલાકાત લઈને પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. તેમણે સંકેત આપ્યો કે અહી સારવાર લેનારાઓમાં રિકવરી અને ડિસ્ચાર્જ રેટ વધી રહ્યો છે. અહીં આજે અંદાજે વધુ 150 બેડ પર ઓક્સિજન ફ્લો મીટર બેસાડવામાં આવી રહ્યાં છે અને આજ રાત સુધીમાં આ નવા ઓક્સિજન બેડ કાર્યરત થઇ જવાની શક્યતા છે. આ સુવિધા ખાતે હાલમાં 502 દાખલ દર્દીઓ સારવાર લઈ રહ્યાં છે. ટ્રાન્સફર અને રેફરલ સિસ્ટમ હેઠળ અહીં દરરોજ 60 થી 70 નવા દર્દીઓ દાખલ થવાને પગલે સયાજી અને ગોત્રી હોસ્પિટલોમાં ભીડ ઘટાડી સારવાર વ્યવસ્થાપન સરળ બન્યું છે.

વડોદરા રૂરલમાં સૌથી વધુ 16,484 કેસ
વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 48,568 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં 7021, પશ્ચિમ ઝોનમાં 8176, ઉત્તર ઝોનમાં 8637, દક્ષિણ ઝોનમાં 8214 વડોદરા ગ્રામ્યમાં 16,484 અને 36 કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે.

આ વિસ્તારમાં કોરોનાના નવા કેસો નોંધાયા
શહેરઃ-
છાણી, સુભાનપુરા, જેતલપુર, હરણી રોડ, વારસીયા, કારેલીબાગ, નવાપુરા, ફતેપુરા, નવીધરતી, નાગરવાડા, શિયાબાગ, કપુરાઇ, સોમા તળાવ, દિવાળીપુરા, દંતેશ્વર, ગોત્રી, ગોરવા, પ્રતાપનગર, માંજલપુર, માણેજા, મકરપુરા, વડસર, આજવા રોડ, વાઘોડિયા રોડ, ખોડિયાનગર, યમુનામિલ, વાડી, આરવી દેસાઇ રોડ, કિશનવાડી, સવાદ, ફતેગંજ, પાણીગેટ
ગ્રામ્યઃ- ડભોઇ, પાદરા, કરજણ, સાવલી, પોઇચા, સાંકરદા, પદમલા, માડોઘર, વાઘોડિયા, સાંગમા, અનગઢ, ઉંડેરા, કોયલી, અંકોડિયા, દુમાડ, દશરથ, ગોવિંદપુરા, પુનિયાદ, મુવાલ, મોભા, શેરખી, અણખોલ, કુંઢેલા, ગોરજ, વિરોદ, બાજવા, ગવાસદ, ભાયલી, બીલ, ગમેઠા, મોક્સી, મંજુસર, નંદેસરી, ઉમજ, ભરથલી, સાથોડ, રણુ, લતીપુરા, ડભાસા, જરોદ, કાશીપુરા, કેલનપુર, આસોજ, તેજપુરા, ચાપડ, ચાણોદ, વલણ, કરખડી, ઇટોલા, ફાજલપુર, મોટા ફોફળીયા, રૂસ્તમપુરા, આમોદર

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો