તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના વડોદરા LIVE:આજે વધુ રેકોર્ડબ્રેક 891 કેસ, વધુ 647 દર્દીએ કોરોનાને માત આપી, વધુ 9 દર્દીના મોત સાથે સત્તાવાર મૃત્યુઆંક 401, કુલ કેસઃ 46,712 થયા

વડોદરા12 દિવસ પહેલા
  • કૉપી લિંક
સયાજી હોસ્પિટલમાં નવા સર્જીકલ બિલ્ડિંગની ઓક્સિજન પાઇપલાઈનમાં આજે સવારે લીકેજ થયું હતું - Divya Bhaskar
સયાજી હોસ્પિટલમાં નવા સર્જીકલ બિલ્ડિંગની ઓક્સિજન પાઇપલાઈનમાં આજે સવારે લીકેજ થયું હતું
  • સયાજી હોસ્પિટલમાં ઓક્સિજન પાઇપલાઈનમાં લીકેજ થયું, સમયસર લીકેજ બંધ કરતા મોટી દુર્ઘટના ટળી
  • વડોદરામાં છેલ્લા 24 કલાકમાં લેવાયેલા 10,247 સેમ્પલ પૈકી 891 પોઝિટિવ અને 9356 નેગેટિવ આવ્યા

વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેર જિલ્લામાં આજે વધુ રેકોર્ડબ્રેક 891 કેસ સાથે પોઝિટિવ કેસનો કુલ આંક 46,712 ઉપર પહોંચી ગયો છે. કોરોનાથી વધુ 9 મોત સાથે વડોદરા શહેર અને જિલ્લામાં સત્તાવાર મૃત્યુઆંક 401 પર પહોંચ્યો છે. આજે વધુ 647 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. આમ અત્યાર સુધીમાં કુલ 37,677 લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે. વડોદરામાં હાલ 8634 એક્ટિવ કેસ પૈકી 571 દર્દી ઓક્સિજન ઉપર અને 365 દર્દી વેન્ટિલેટર ઉપર છે અને 7678 દર્દીની હાલત સ્થિર છે.

રાત્રે 11 વાગે બેડની સ્થિતિ\

કુલભરાયેલાખાલી
કોવિડના કુલ બેડ
14,04311,0433000

વેન્ટિલેટર સાથેના ICU બેડ

1,1531,1494

વેન્ટિલેટર વિનાના ICU બેડ

1,5711,457114

ઓક્સિજન સપ્લાયવાળા બેડ

5,8655,083782

હળવા લક્ષણવાળા કેસના બેડ

5,4543,3562,098

કોરોનાના કારણે મૃત્યુઆંક પણ સતત વધી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં પ્રથમવાર શહેરમાં 9 લોકોના કોરોનાના કારણે મોત નિપજ્યા હોવાનું પાલિકાએ સત્તાવાર રીતે જાહેર કર્યું છે. જોકે તાજેતરમાં જ એક બોડી બિલ્ડરના અવસાન બાદ રવિવારે વધુ એક બોડી બિલ્ડર સિદ્ધાર્થ ચૌધરી અને વોર્ડ 4ના ભાજપના પ્રમુખ હરિકિશનભાઈ દલાલ, હરણી રોડ પરના પેટ્રોલ પંપના માિલક સહિત 250 દર્દીઓના મોત નિપજ્યા હતા.

સયાજી હોસ્પિટલમાં ઓક્સિજન પાઇપલાઈનમાં લીકેજ થયું
વડોદરાની સયાજી હોસ્પિટલમાં નવા સર્જીકલ બિલ્ડિંગની ઓક્સિજન પાઇપલાઈનમાં આજે સવારે લિકેજ થયું હતું જોકે તંત્રએ ત્વરિત કામગીરી કરીને લિકેજ બંધ કર્યું હતું. જેથી મોટી દુર્ઘટના થતાં ટળી ગઇ હતી. મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ ડો.રંજન ઐયરે જણાવ્યું હતું કે, આ બનાવમાં કોઈ જાનહાનિ કે નુકસાન થયું નથી.

પોઝિટિવ કેસનો કુલ આંક 45,821 ઉપર પહોંચ્યો
વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેર જિલ્લામાં આજે વધુ રેકોર્ડબ્રેક 884 કેસ સાથે પોઝિટિવ કેસનો કુલ આંક 45,821 ઉપર પહોંચી ગયો છે. કોરોનાથી વધુ 8 મોત સાથે વડોદરા શહેર અને જિલ્લામાં સત્તાવાર મૃત્યુઆંક 392 પર પહોંચ્યો છે. આજે વધુ 621 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. આમ અત્યાર સુધીમાં કુલ 37,030 લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે. વડોદરામાં હાલ 8399 એક્ટિવ કેસ પૈકી 557 દર્દી ઓક્સિજન ઉપર અને 356 દર્દી વેન્ટિલેટર ઉપર છે અને 7486 દર્દીની હાલત સ્થિર છે.

વડોદરા રૂરલમાં સૌથી વધુ 15,573 કેસ
વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 46,712 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં 6791, પશ્ચિમ ઝોનમાં 7941, ઉત્તર ઝોનમાં 8391, દક્ષિણ ઝોનમાં 7980 વડોદરા ગ્રામ્યમાં 15,573 અને 36 કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે.

આ વિસ્તારમાં કોરોનાના નવા કેસો નોંધાયા
શહેરઃ-
અટલાદરા, જેતલપુર, અકોટા, સમા, સુભાનપુરા, ગોત્રી, ગોરવા, ફતેગંજ, નિઝામપુરા, હરણી, આજવા રોડ, કિશનવાડી, વાઘોડિયા રોડ, બાપોદ, તાંદલજા, પાણીગેટ, ફતેપુરા, યાકુતપુરા, દંતેશ્વર, કપુરાઇ, તરસાલી, મકરપુરા, માંજલપુર, વડસર, શિયાબાગ, રાવપુરા, યમુનામિલ, નાગરવાડા, કારેલીબાગ, નવીધરતી
ગ્રામ્યઃ- ડભોઇ, પાદરા, કરજણ, વેમાલી, પોર, ગોરજ, દશરથ, ભાયલી, કરોડિયા, બાજવા, ભિલાપુર, કોયલી, અનગઢ, કરચિયા, ટુંડાવ, વેજપુર, મેવલી, મોભા, રાજુપુરા, ઉંડેરા, રણોલી, ઇટોલા, આલમગીર, કરખડી, ગવાસદ, કેલનપુર, જલાલપુર, અહલાદપુર, વાઘોડિયા, માડોઘર, વડુ, વાંકાનેર, સાંઢાસાલ, પાંડુ, ભાદરવા, વરણામા, પીંડપા, મુવાલ, જીથરડી

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

    વધુ વાંચો