તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના વડોદરા LIVE:આજે રેકોર્ડ બ્રેક 394 પોઝિટિવ, વધુ 1 મૃત્યુ સાથે સત્તાવાર મૃત્યુઆંક 255, કુલ કેસ 30 હજારને પાર થઇને 30326 થયો

વડોદરા12 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • વડોદરામાં હાલ 2497 એક્ટિવ કેસ પૈકી 174 દર્દી ઓક્સિજન અને 195 દર્દી વેન્ટિલેટર ઉપર છે

વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે વડોદરા શહેર જિલ્લામાં કોરોનાના આજે વધુ રેકોર્ડ બ્રે 394 પોઝિટિવ કેસ નોંધાયો છે. આમ પોઝિટિવ કેસનો કુલ આંક 30,326 પર પહોંચી ગયો છે. વડોદરા શહેર અને જિલ્લામાં આજે વધુ એક દર્દીના મોત સાથે સત્તાવાર મૃત્યુઆંક 255 પર પહોંચ્યો છે. આજે વધુ 210 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આમ અત્યાર સુધીમાં કુલ 27,391 લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે. વડોદરામાં હાલ 2680 એક્ટિવ કેસ પૈકી 173 દર્દી ઓક્સિજન ઉપર અને 106 દર્દી વેન્ટિલેટર ઉપર છે અને 2401 દર્દીની હાલત સ્થિર છે.

વડોદરા રૂરલમાં સૌથી વધુ 8452 કેસ
વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 30,326 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં 4682, પશ્ચિમ ઝોનમાં 5333, ઉત્તર ઝોનમાં 6094, દક્ષિણ ઝોનમાં 5729, વડોદરા ગ્રામ્યમાં 8452 અને 36 કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે.

આ વિસ્તારમાં કોરોનાના નવા કેસો નોંધાયા
શહેરઃ
બાપોદ, આજવા રોડ, પાણીગેટ, કિશનવાડી, સવાદ, વારસિયા, ફતેપુરા, કારેલીબાગ, નવાપુરા, શિયાબાગ, સમા, એકતાનગર, છાણી, નિઝામપુરા, ગાજરવાડી, કપુરાઇ, માંજલપુર, માણેજા, મકરપુરા, તરસાલી, અકોટા, અટલાદરા, ગોત્રી, ગોરવા, સુભાનપુરા, દિવાળીપુરા, વાસણા રોડ, રેસકોર્સ, જેતલપુર
ગ્રામ્ય: વરણામા, ઇટોલા, રણોલી, પદમલા, પોર, સાંકરદા, કરજણ ડભોઇ(અર્બન), બાજવા, કરોડિયા, માડોધર, વાઘોડિયા, વલણ

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

વધુ વાંચો