તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના વડોદરા LIVE:આજે રેકોર્ડ બ્રેક 324 પોઝિટિવ, કુલ કેસ 27,645, વધુ 151 દર્દી ડિસ્ચાર્જ, વધુ 1 મૃત્યુ સાથે મૃત્યુઆંક 248, કુલ 26,002 દર્દી રિકવર થયા

વડોદરાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • વડોદરામાં છેલ્લા 24 કલાકમાં લેવાયેલા 5321 સેમ્પલ પૈકી 324 પોઝિટિવ અને 4997 નેગેટિવ આવ્યા

વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે વડોદરા શહેર જિલ્લામાં આજે કોરોનાના વધુ રેકોર્ડ બ્રેક 324 પોઝિટિવ કેસ નોંધાયા છે. આમ પોઝિટિવ કેસનો કુલ આંક 27,645 પર પહોંચી ગયો છે. શહેર અને જિલ્લામાં આજે વધુ એક દર્દીનું મૃત્યુ થતાં કોરોનાથી મૃત્યુઆંક 248 પર પહોંચ્યો છે. આજે વધુ 151 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 26,002 લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે. વડોદરામાં હાલ 1395 એક્ટિવ કેસ પૈકી 163 દર્દી ઓક્સિજન ઉપર અને 99 દર્દી વેન્ટિલેટર ઉપર છે અને 1133 દર્દીની હાલત સ્થિર છે.

વડોદરા રૂરલમાં સૌથી વધુ 8106 કેસ
વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 27,645 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં 4179, પશ્ચિમ ઝોનમાં 4713, ઉત્તર ઝોનમાં 5488, દક્ષિણ ઝોનમાં 5123, વડોદરા ગ્રામ્યમાં 8106 અને 36 કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે.

આ વિસ્તારમાં કોરોનાના નવા કેસો નોંધાયા
શહેરઃ બાપોદ, પાણીગેટ, ચાંપાનેર દરવાજા, કિશનવાડી, આજવા રોડ, વાઘોડિયા રોડ, સુદામાપુરી, રામદેવનગર, ફતેપુરા, કારેલીબાગ, આર.વી. દેસાઇ રોડ, છાણી, ગાજરાવાડી, માંજલપુર, યમુનામીલ, દંતેશ્વર, વડસર, અકોટા, ગોત્રી, ગોરવા, ગોકુલનગર, દિવાળીપુરા, સુભાનપુરા
ગ્રામ્ય: વરસાડા, પદમલા, દશરથ, આસોજ, ડભોઇ(અર્બન), પાદરા(અર્બન)

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો