તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના વડોદરા LIVE:આજે વધુ 46 પોઝિટિવ, વધુ 45 દર્દી ડિસ્ચાર્જ, કુલ કેસઃ23,710, મૃત્યુઆંક 241, કુલ 22,862 દર્દી રિકવર થયા

વડોદરા25 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • વડોદરામાં છેલ્લા 24 કલાકમાં લેવાયેલા 2175 સેમ્પલ પૈકી 46 પોઝિટિવ અને 2129 નેગેટિવ

મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેર જિલ્લામાં કોરોનાના વધુ 46 પોઝિટિવ કેસ નોંધાયા છે. આમ પોઝિટિવ કેસનો કુલ આંક 23,710 ઉપર પહોંચી ગયો છે અને મૃત્યુઆંક 241 થયો છે. વડોદરા શહેર જિલ્લામાં આજે વધુ 45 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 22,862 લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે. વડોદરામાં હાલ 607 એક્ટિવ કેસ પૈકી 70 દર્દી ઓક્સિજન ઉપર અને 26 દર્દી વેન્ટિલેટર ઉપર છે અને 511 દર્દીની હાલત સ્થિર છે.

વડોદરા રૂરલમાં સૌથી વધુ 7372 કેસ
વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 23,710 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં 3521 પશ્ચિમ ઝોનમાં 3857, ઉત્તર ઝોનમાં 4629, દક્ષિણ ઝોનમાં 4295, વડોદરા ગ્રામ્યમાં 7372 અને 36 કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે.

આ વિસ્તારમાં કોરોનાના નવા કેસો નોંધાયા
શહેરઃ ગાજરાવાડી, માંજલપુર, પાણીગેટ, દિવાળીપુરા, ફતેપુરા, નવીધરતી, તાંદલજા, શીયાબાગ, કારેલીબાગ, વારસીયા
ગ્રામ્યઃ પાદરા, ડભોઇ, સાવલી, પોર, કરજણ, વલણ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

    વધુ વાંચો