તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેર જિલ્લામાં કોરોનાના આજે વધુ 110 પોઝિટિવ કેસ નોંધાયા છે. આમ પોઝિટિવ કેસનો કુલ આંક 18,688 પર પહોંચી ગયો છે અને મૃત્યુઆંક 226 થયો છે. વડોદરા શહેર જિલ્લામાં આજે વધુ 99 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 17,234 લોકો કોરોનાને માત આપી ચુક્યા છે. વડોદરામાં હાલ 1228 એક્ટિવ કેસ પૈકી 160 દર્દી ઓક્સિજન પર અને 63 દર્દી વેન્ટિલેટર પર છે અને 1005 દર્દીની હાલત સ્થિર છે.
વડોદરા રૂરલમાં સૌથી વધુ 5673 કેસ
વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 18,688 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં 2801, પશ્ચિમ ઝોનમાં 3016, ઉત્તર ઝોનમાં 3773, દક્ષિણ ઝોનમાં 3389, વડોદરા ગ્રામ્યમાં 5673 અને 36 કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે.
આજે આ વિસ્તારમાં કોરોનાના નવા કેસો નોંધાયા
શહેરઃ નિઝામપુરા, તરસાલી, નવાયાર્ડ, માંજલપુર, શિયાબાગ, નવીધરતી, ગાજરાવાડી, છાણી, ગોત્રી, મકરપુરા, કારેલીબાગ, યમુનામીલ, અકોટા, કિશનવાડી, આજવા રોડ, ગોરવા
ગ્રામ્યઃ વાઘોડિયા, સાવલી, ડભોઇ, કરજણ, સેવાસી, પોર, જાસપુર, પાદરા
પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.