તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના વડોદરા LIVE:વધુ 105 પોઝિટિવ, કુલ કેસઃ 17,146, વધુ 1 મૃત્યુ સાથે મૃત્યુઆંક 218, વધુ 58 દર્દી ડિસ્ચાર્જ થતાં 15,744 દર્દી રિકવર થયા

વડોદરા10 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર
  • વડોદરામાં છેલ્લા 24 કલાકમાં લેવાયેલા 3576 સેમ્પલ પૈકી 105 પોઝિટિવ અને 3471 નેગેટિવ આવ્યા

મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેર જિલ્લામાં કોરોનાના આજે વધુ 105 પોઝિટિવ કેસ નોંધાયા છે. આમ પોઝિટિવ કેસનો આંક 17,146 પર પહોંચી ગયો છે અને આજે વધુ 1 મૃત્યુ થતાં મૃત્યુઆંક 218 થયો છે. વડોદરા શહેર જિલ્લામાં આજે વધુ 58 દર્દીઓને કોરોનામુક્ત જાહેર કરવામાં આવ્યાં છે. જેથી ડિસ્ચાર્જનો આંકડો વધીને કુલ 15,744 પર પહોંચ્યો છે. વડોદરામાં હાલ 1184 એક્ટિવ કેસ પૈકી 165 દર્દી ઓક્સિજન પર અને 66 દર્દી વેન્ટિલેટર પર છે અને 953 દર્દીની હાલત સ્થિર છે.

સિટી સર્વે અધિક્ષક નં-3ની કચેરીના કર્મચારીને કોરોના પોઝિટિવ આવ્યો
વડોદરા શહેરના સમા વિસ્તારમાં આવેલી મામલતદાર ઉત્તરની કચેરીમાં આવેલી સિટી સર્વે અધિક્ષક નં-3ની કચેરીના કર્મચારીને કોરોના પોઝિટિવ આવ્યો છે. જેને અનુલક્ષીને સેનેટાઈઝેશન અને સાફ સફાઈની કામગીરી હાથ ધરવાની હોવાથી કચેરી 23થી 25 નવેમ્બર સુધી કચેરીની કામગીરી સ્થગિત રહેશે.

વડોદરા રૂરલમાં સૌથી વધુ 5102 કેસ
વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 17,146 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં 2578, પશ્ચિમ ઝોનમાં 2778, ઉત્તર ઝોનમાં 3527, દક્ષિણ ઝોનમાં 3125, વડોદરા ગ્રામ્યમાં 5102 અને 36 કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે.

આજે આ વિસ્તારોમાં નવા કેસ નોંધાયા
શહેરઃ ગોરવા, ગોકુલનગર, અકોટા, VIP રોડ, છાણી, સુભાનપુરા, ગોરવા, ગોત્રી, મકરપુરા, નિઝામપુરા, શિયાબાગ, કારેલીબાગ, કારેલીબાગ, વડસર, તરસાલી, આજવા રોડ, કિશનવાડી, નવાયાર્ડ, ગાજરાવાડી
ગ્રામ્ય: પાદરા, વાઘોડિયા, ડભોઇ, સાવલી, કરોડીયા, પોર, રણોલી, કરજણ

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય વિવેક અને ચતુરાઈથી કામ લેવાનો છે. તમારા છેલ્લાં થોડા સમયથી અટવાયેલાં કામ આજે પૂર્ણ થશે. બાળકના કરિયર અને અભ્યાસને લગતી કોઇ સમસ્યાનું પણ સમાધાન મળી શકશે. નેગેટિવઃ- રૂપિયા-પૈસાના મામલ...

વધુ વાંચો