તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • The Total Number Of Positive Cases Reached 16,456, The Death Toll Was 216, The Total Number Of Recovered Patients Crossed 15 Thousand.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના વડોદરા LIVE:આજે વધુ 92 પોઝિટિવ, વધુ 92 દર્દી ડિસ્ચાર્જ, કુલ કેસ:16548, કુલ 15148 દર્દી રિકવર થયા

વડોદરા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • વડોદરામાં છેલ્લા 24 કલાકમાં લેવાયેલા 3106 સેમ્પલ પૈકી 92 પોઝિટિવ અને 3014 નેગેટિવ આવ્યા

મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેર જિલ્લામાં કોરોનાના આજે વધુ 92 પોઝિટિવ કેસ નોંધાયા છે. આમ પોઝિટિવ કેસનો આંક 16548 પર પહોંચી ગયો છે. વડોદરા શહેર જિલ્લામાં મૃત્યુઆંક 216 થયો છે. આજે વડોદરા શહેર જિલ્લામાં આજે વધુ 92 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 15,148 લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે. વડોદરામાં હાલ 1184 એક્ટિવ કેસ પૈકી 155 દર્દી ઓક્સિજન પર અને 53 દર્દી વેન્ટિલેટર પર છે અને 976 દર્દીની હાલત સ્થિર છે.

વડોદરા રૂરલમાં સૌથી વધુ 4870 કેસ
વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 16,548 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં 2493, પશ્ચિમ ઝોનમાં 2686, ઉત્તર ઝોનમાં 3436, દક્ષિણ ઝોનમાં 3027, વડોદરા ગ્રામ્યમાં 4870 અને 36 કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે.

રવિવારે નવા પોઝિટિવ કેસ આ વિસ્તારમાં નોંધાયા
શહેરઃ
માંજલપુર, કારેલીબાગ, સમા, બાપોદ, સુદામાપુરી, સુભાનપુરા, ગોત્રી રોડ, વડસર, ગાજરાવાડી, છાણી, કારેલીબાગ, એકતાનગર, તરસાલી, દંતેશ્વર, કિશનવાડી, નવાયાર્ડ, ફતેપુરા
ગ્રામ્યઃ ફર્ટીલાઇઝરનગર, કરોડીયા, ઉંડેરા, અંકોડીયા, બાજવા, ડભોઇ, કરજણ, પાદરા, શિનોર

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

વધુ વાંચો