તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના વડોદરા LIVE:આજે વધુ 91 પોઝિટિવ, વધુ 69 દર્દી ડિસ્ચાર્જ, કુલ કેસઃ16,272, કુલ 14909 દર્દી રિકવર થયા

વડોદરા5 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • વડોદરા શહેરમાં છેલ્લા 24 કલાકમાં લેવાયેલા 3046 સેમ્પલ પૈકી 91 પોઝિટિવ અને 2955 નેગેટિવ આવ્યા

મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેર જિલ્લામાં કોરોનાના આજે વધુ 91 પોઝિટિવ કેસ નોંધાયા છે. આમ પોઝિટિવ કેસનો કુલ આંક 16,272 પર પહોંચી ગયો છે. વડોદરા શહેર જિલ્લામાં મૃત્યુઆંક 215 થયો છે. વડોદરા શહેર અને જિલ્લામાં આજે વધુ 69 દર્દી હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 14,909 લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે. વડોદરામાં હાલ 1148 એક્ટિવ કેસ પૈકી 159 દર્દી ઓક્સિજન પર અને 53 દર્દી વેન્ટિલેટર પર છે અને 936 દર્દીની હાલત સ્થિર છે.

વડોદરા રૂરલમાં સૌથી વધુ 4764 કેસ
વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 16,272 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં 2460, પશ્ચિમ ઝોનમાં 2646, ઉત્તર ઝોનમાં 3386, દક્ષિણ ઝોનમાં 2980, વડોદરા ગ્રામ્યમાં 4764 અને 36 કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે.

નવા પોઝિટિવ કેસ આ વિસ્તારમાં નોંધાયા
શહેરઃ નવાપુરા, વાડી, યાકુતપુરા, હાથીખાના, પાણીગેટ, VIP રોડ, ફતેપુરા, વારસીયા રિંગ રોડ, ગેંડીગેટ, હરણી, ગોરવા, રાજમહેલ રોડ, કારેલીબાગ, વાઘોડિયા રોડ, વાસાણા રોડ, ગોત્રી
ગ્રામ્યઃ કલાલી, વાઘોડિયા, પોર, કરજણ, શિનોર, ડભોઇ, પાદરા, કરોડીયા, ભાયલી

વડોદરામાં પાંચમાં આયુર્વેદ દિવસની ઉજવણી, જિલ્લાના 36 આયુર્વેદ દવાખાનામાં ધન્વતરી પૂજન કરાયું
વડોદરા જિલ્લા પંચાયતની આર્યુવેદ શાખા દ્વારા ધનતેરસ અને પાંચમાં રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણીના ભાગરૂપે આયુર્વેદા ફોર કોવિડ-19ની થીમને ધ્યાને રાખી ધન્વતરી પૂજન, આયુર્વેદા ફોર કોવિડ-19 રિચર્સ બુલેટીન સહિતના ડીજીટલ પ્રકાશનોનું વિમોચન કરવામાં આવ્યું હતું. આ સાથે કોરોના મહામારીમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર આયુર્વેદ-હોમિયોપેથી તબીબ અને ફાર્માસિસ્ટસને બહુમાનિત કરવામા આવ્યા હતા. વડોદરા જિલ્લા કક્ષાનો આ સમારોહ રાવપુરાના આયુર્વેદ દવાખાના ખાતેના બળવંતરાય મહેતા નેચરોપેથી ભવનમાં સપન્ન થયો હતો. આયુષ મંત્રાલયની માર્ગદર્શિકા મુજબ જિલ્લાના 36 દવાખાનાઓમાં ધન્વતંરી પૂજન અને આરોગ્યલક્ષી પ્રવૃતિઓ જેવી કે, કેમ્પ, વાર્તાલાપ વગેરેનું આયોજન કરવામાં આવ્યું હતુ. ઉપરાંત ત્રિમાસિક ડીજીટલ આયુષ ઈ-બુલેટીન (પોષણ વિશેષાંક-અનુબંધ-2.0) નું વિમોચન કરવામાં આવ્યું હતું. જેમાં જુલાઈથી સપ્ટેમ્બર માસ સુધીની ત્રિમાસિક કામગીરનો સમાવેશ કરવામાં આવ્યો છે.

કોરોના મહામારીમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર આયુર્વેદ-હોમિયોપેથી તબીબો અને ફાર્માસિસ્ટસને કરાયા સન્માનિત
આયુષ ફોર કોવિડ-19 અને કોવિડ કામગીરી ખાસ અહેવાલના પ્રથમ અંકનું વિમોચન કે, જેમાં આયુર્વેદ શાખા, જિલ્લા પંચાયત, વડોદરાના મે.ઓ. દ્વારા ccc ખાતે કોવિડ પોઝિટિવ દર્દીઓની સારવારનો વિશિષ્ટ અહેવાલ વૈજ્ઞાનિક પદ્ધતિથી તૈયાર કરવામાં આવ્યો છે, તેનું ડિજીચલ વિમોચન કરવામાં આવ્યું હતું. સાથે જ કોરોના મહામારીમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર જિલ્લાના 21 આયુર્વેદ તબીબો, 12 હોમિયોપેથી તબીબો અને 07 ફાર્માસિસ્ટને પ્રશસ્તિ પત્ર આપી જિલ્લા આયુર્વેદ અધિકારી શ્રી સુધીર જોષી દ્વારા સન્માનિત કરાવમાં આવ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમોને સફળ બનાવવા જિલ્લા આયુર્વેદ અધિકાર ડો. સુધીર જોષી, વૈદ્ય સર્વ શ્રી આશુતોષ પંડ્યા, આમ્રપાલી પટેલ, ઝંખના જાદવ, જીગર નરસાણા, સહિત સમગ્ર આયુશ ટીમે ભારે જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો