ભાસ્કર ઇનસાઈટ:રણુ ભરવાડ સહિતના ઠગોએ CBI, PMOના પણ નકલી પત્રો બનાવ્યા; અમદાવાદના વેપારી સાથે 2.81 કરોડની ઠગાઇ

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
રણુ ભરવાડની ફાઇલ તસવીર - Divya Bhaskar
રણુ ભરવાડની ફાઇલ તસવીર
  • કેસની તપાસ પીએસઆઈ પાસેથી આંચકી લઈને પીઆઇને સોંપાઈ

અમદાવાદના વેપારી સાથે રણુ ભરવાડ સહિતના ઠગોએ કરેલી રૂા. 2.81 કરોડની ઠગાઇમાં સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન અને વડાપ્રધાન કાર્યાલયના બનાવટી પત્રનો પણ ઉપયોગ કરાયો હોવાની માહિતી મળી છે. રણુ ભરવાડ એન્ડ કંપની સામે અગાઉ છેતરપિંડીની ફરિયાદ ક્રાઈમ બ્રાન્ચમાં નોંધાઈ હતી. ગંભીરતા બહાર આવતા પીએસઆઈ પાસેની તપાસ હવે પી આઇને સોંપાઇ છે.

અમદાવાદના વેપારી નુપલ શાહ સાથે 2.81 કરોડની છેતરપિંડી નો ગુનો નોંધાયો હતો. બાદમાં નાણાં મંત્રી અને ફાઇનાન્સ વિભાગના નકલી પત્રોનો ઉપયોગ થયો હોવાથી 467 જેવી ગંભીર ગણાતી કલમ ઉમેરવાની કાર્યવાહી શરૂ કરી હતી. ઠગ ટોળકી દ્વારા અમદાવાદના વેપારી ને લલચાવવા માટે સી બી આઇ અને વડા પ્રધાન કાર્યાલયના પત્રો આરોપીઓ પૈકીના એક બેંગલોર ના સુધીન્દ્ર વૈદના નામ ના બતાવાયા હતા. પોલીસ ને જાણકારી મળતાં અગાઉ તપાસ પીએસઆઈને સોંપાઈ હતી. એના બદલે પી આઇ વીરેન્દ્ર ખેરને સોંપવામાં આવી છે.

ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ઠગ ટોળકીના મોબાઈલ ફોનના કોલ રેકોર્ડ બેંક ખાતાની વિગતો મેળવી ચકાસણી કરવામાં આવી રહી છે. જુદી જુદી ટીમો બનાવી આરોપીઓની શોધખોળ કરવામાં આવી રહી હોવાનું પોલીસ સૂત્રો એ જણાવ્યું છે. આ મામલા ની તપાસ અગાઉ પી એસ આઈ ચૌધરી કરી રહ્યા હતા પરંતુ ધીરે ધીરે મામલો ગંભીર બનતા હવે તપાસ પી આઇ વીરેન્દ્ર ખેર નો સોંપવામાં આવી છે.

ક્રાઇમ બ્રાન્ચની મુશ્કેલી વધી શકે છે
રણુ ભરવાડ એન્ડ કંપનીની છેતરપિંડીની તરકીબ પોલીસ માટે પણ નવી છે. અત્યાર સુધી કોઈ પણ ભેજાબાજે રિઝર્વ બેન્ક અને નાણામંત્રીના પત્રો ઉપરાંત સીબીઆઇ કે પીએમઓના બોગસ પત્રોનો ઉપયોગ કર્યો નથી ત્યારે એક સાથે અનેક કેન્દ્રીય એજન્સીનો સંપર્ક પોલીસે કરવો પડશે. ઠગ ટોળકીના આરોપીઓ પણ એક કરતાં વધુ ગુનામાં સંડોવાયેલા હોવાથી એમને પકડવા પણ મુશ્કેલ છે.

અન્ય સમાચારો પણ છે...