તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના કાળ:પેન્ડિંગ કામોથી પાલિકા સભાના ત્રણ મહિનાના એજન્ડા અટવાયા

વડોદરા4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • આ સપ્તાહમાં જ પાલિકાના બોર્ડની મુદત પૂરી થઇ રહી છે
 • એજન્ડા પર સોમવારે નિર્ણય લેવાય તેવી પ્રબળ સંભાવના

કોરોના કાળમાં પાલિકાના વર્તમાન બોર્ડ છેલ્લા વર્ષના કામો પુરા કરવામાં અટવાઈ પડયું છે.વર્ષ 2020-21 ના નાણાકીય વર્ષ ના પ્રથમ 8 મહિનામાં પાલિકાની 33 સામાન્ય સભા બોલાવી શકાઇ હતી અને તેમાં ઓક્ટોબરથી એજન્ડા પર નિર્ણય લઈ શકાયા નથી.

રૂા.3 હજાર કરોડનો વહીવટ ધરાવતા પાલિકામાં દર વર્ષે 600 થી 700 કરોડ રૂપિયાના વિકાસના કામો થાય છે.માર્ચ મહિનાના ત્રીજા સપ્તાહથી જ લોકડાઉન આવી ગયું હતું.શહેરમાં વિકાસના કામો મંજુર કરવા માટે સમગ્ર સભાની મંજૂરી જરૂરી હોય છે. 2015માં ડિસેમ્બર મહિનામાં હાલનું બોર્ડ પાલિકામાં બેસી ગયું હતું અને કોરોનામાં ચૂંટણી પાછી ઠેલાતા મેયર સહિત 74 (2 બેઠક ખાલી) કોર્પોરેટરને અંતિમ ઘડીની ઓવરમાં બેટિંગ કરવાનો મોકો મળ્યો છે.

એપ્રિલ મહિનાથી નવેમ્બર મહિના સુધીમાં પાલિકાની 29 સભા મળી હતી તો ચાલુ મહિનામાં 4 સભા મળી છે.જેમાં હજુ ઓક્ટોબર,નવેમ્બર અને વર્તમાન ડિસેમ્બર મહિનાના એજન્ડા પર નિર્ણયો બાકી છે.આ એજન્ડા પર સોમવારે વધુ 3 સભા મળશે અને તેમાં નિર્ણય લેવાય તેવી શકયતા છે.

બોર્ડ 2 દિવસ પહેલું નિવૃત્ત થશે
વર્તમાન બોર્ડની મુદત 13 ડિસેમ્બરે પૂરી થાય છે. વર્ષ 2015માં તા. 14 ડિસેમ્બરે મેયર, ડે. મેયરની નિમણૂક થઈ હતી. આ બોર્ડની મુદત 13 ડિસેમ્બરે પૂરી થાય છે. જોકે તારીખ 13 ના રોજ રવિવાર અને તેના આગળના દિવસે તારીખ 12 મીએ બીજા શનિવારની રજા આવે છે, જેથી 11 ડિસેમ્બરે વર્તમાન કોર્પોરેટરો માટે છેલ્લો દિવસ સાબિત થશે.

લોકડાઉનમાં મળેલી પહેલી 5 સભામાં કોરમ જ ન થયું
લોકડાઉન બાદ પાલિકાની પહેલી સભા 9 એપ્રિલના રોજ સયાજીરાવ નગરગૃહ માં મળી હતી.જોકે આ સભામાં ગણતરીના સભ્યો હાજર રહ્યા હતા અને તેના કારણે કોરમના અભાવે સભા મુલતવી કરવી પડી હતી અને તેનું પુનરાવર્તન તારીખ 30 એપ્રિલના રોજ મળેલી બંને સભા અને તારીખ 20 મેના રોજ મળેલી બને સામાન્ય સભામાં પણ કરવું પડ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો