તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોનાવાઈરસ:સયાજી હોસ્પિટલના ત્રીજા માળે 35 બેડનું ICU બનશે, ગંભીર દર્દીઅોને ધ્યાનમાં રાખીને વ્યવસ્થા

વડોદરા10 મહિનો પહેલા
  • કૉપી લિંક

કોરોનાની વકરતી સ્થિતિમાં ગંભીર દર્દીઓને વધુ સારી સારવાર આપી શકાય તે માટે સયાજી હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં ત્રીજા માળે 35 બેડનું નવું આઇસીયુ બનાવાશે. આ માટે ત્રીજા માળના ઓક્સિજનના દર્દીઓની સંખ્યા ઘટાડાશે અને તે સંખ્યાને અન્યત્ર શિફ્ટ કરાશે.

આ આઇસીયુ સહિતના હોસ્પિટલના અન્ય ગંભીર દર્દીઓ આગામી સમયમાં વધે તેને ધ્યાનમાં રાખીને બેંગ્લોરની બેલ કંપનીના 50થી વધુ વેન્ટિલેટરો મંગાવવામાં આવ્યાં છે અને તે બેંગ્લોર ફેક્ટરીમાંથી રવાના થઇ ચૂક્યાં છે. આગામી 5થી 7 દિવસમાં તે એસએસજીમાં આવે તેવી શક્યતાઓ છે. બીજી તરફ હોસ્પિટલમાં હાલમા 550 બેડમાંથી 229 ખાલી છે જ્યારે ગોત્રી હોસ્પિટલમાં 575 પૈકીના 335 બેડ ખાલી છે.

પણ આગામી દિવસોમાં કેસો વધે તેવી શક્યતાઓ નકારી શકાય નહીં. તેને ધ્યાનમાં રાખીને આ સુવિધા ઉભી કરવામાં આવી રહી છે. શુક્રવારે કોરોના ઓએસડી ડો. વિનોદ રાવે જણાવ્યું કે, સુમનદીપ વિદ્યાપીઠ-ધીરજ હોસ્પિટલ હોસ્પિટલમાં 500 પથારી વધારવા અંગેની વિચારણા થઇ છે.

અન્ય સમાચારો પણ છે...