તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તપાસ ઠેરની ઠેર:રોડ પર થયેલી 1.28 લાખની ચોરીમાં હજી કોઇ સગડ નહીં

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બીએમડબલ્યુ કારનો કાચ તોડી ચોરી

રાજમહેલ રોડના કુંજ પ્લાઝા પાસે બીએમડબલ્યું કારનો કાચ તોડી તસ્કરો રૂા.1.28 લાખ રોકડા અને લેપટોપ બેગની ચોરી કરી ફરાર થયા હતાં. આ ઘટનાના 4 દિવસ બાદ પણ પોલીસ સીસીટીવી તપાસી રહી છે,પરંતું પોલીસ તસ્કરોની ઓળખ કરી શકી નથી. નવાપુરા પોલીસના અધિકારીઓના મતે તેઓ સ્થળના તેમજ શહેરના તમામ સીસીટીવી ફુટેજ કંટ્રોલરૂમ દ્વારા પણ ચેક કરાવી રહી છે.પરંતું તેઓ હજુ તસ્કરોને ઓળખી શક્યાં નથી.

ઉલ્લેખનિય છે કે, રજનીશ મનોહરસિંહ વાલીયા (ઉ.વ.48,રહે-ફતેગંજ) શુક્રવારે પોતાની બીએમડબલ્યું કાર લઈને બપોરે પોણા ત્રણ વાગે કુંજ પ્લાઝા ખાતે સીએને મળવા માટે પહોચ્યાં હતાં. બપોરે 4 વાગે તેઓ કારમાં બેસી થોડે દુર જતા તેમને કારનો કાચ તુટેલો હોવાનું જણાયું હતું. તેઓએ કાર ઉભી રાખી તપાસ કરતા કારની પાછળનો જમણી બાજુનો કાચ તુટેલો હતો.અને રોકડા રૂા.1.28 લાખ રોકડા અને લેપટોપ ચોરાયું હતું. આ અંગે તેમને નવાપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. જો કે પોલીસ હજી કોઇ સગડ મેળવી શકી નથી.

અન્ય સમાચારો પણ છે...