પુન: વિકસિત વડોદરા રેલવે સ્ટેશનના લોકાર્પણ માટે ટૂંક સમય પહેલાં આવેલા રેલ રાજયમંત્રીએ સ્ટેશન ઉપર આવતાં મુસાફરોના કોરોના ટેસ્ટ માટે વ્યવસ્થા ગોઠવવાનું સૂચન કર્યું હતું પરંતુ તે આજ સુધી શક્ય થયું નથી સ્ટેશન અને એસટી ડેપો મળીને રોજના 50 હજાર ઉપરાંત મુસાફરો શહેરમાં અવરજવર કરે છે,બીજી લહેર દરમિયાન થોડા દિવસ રેલવે સ્ટેશન પરિસરની બહાર પાર્કીંગ એરિયામાં આરોગ્ય વિભાગ દ્વારા ટેસ્ટિંગ કરાતું હતું.
પરંતુ ત્રીજી શરૂ થયાને શહેરમાં પોઝિટિવ દર્દીઓની સંખ્યા ૩૦૦ની નજીક છે શહેરનો પશ્ચિમ વિસ્તાર સૌથી પ્રભાવિત વિસ્તાર હોવાનું આરોગ્ય વિભાગના આંકડા દર્શાવે છે તેમ છતાં પશ્ચિમ વિસ્તારના સ્ટેશન- એસટી ડેપો ખાતે કોઈ પણ પ્રકારનો ટેસ્ટિંગ કરાતું નથી ડેપો પર રોજની 1200 બસની અવર-જવર છે. એસટી ડેપો પર ટેસ્ટિંગ કેમ થતું નથી તે અંગે આરોગ્ય વિભાગ પાસે કોઈ ચોક્કસ જવાબ નથી.
ટેસ્ટિંગની જવાબદારી પાલિકાની છે : રેલવે
રેલવે સ્ટેશન પર આવતાં મુસાફરોનું ટેસ્ટિંગ કરવાની જવાબદારી આરોગ્ય વિભાગની છે રેલવે પાસે એવા કોઈ સાધનો તેમજ આદેશ પણ નથી. > પ્રદીપ શર્મા, પીઆરઓ રેલવે
એસટી ડેપો ખાતે ટેસ્ટિંગની શરૂઆત થશે
પાલિકા આરોગ્ય વિભાગે ટેસ્ટીંગ કરવું તેવું રેલવે તરફથી કોઈ લેખિત સૂચન થયું નથી એસટી ડેપો પર આરોગ્ય અમલદાર સાથે વાત કરી ટેસ્ટિંગ શરુ થશે. > એસ.કે.પટેલ,ડીવાયએમસી, કોર્પોરેશન
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.