તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આક્રોશ:પૂનમ કોમ્પ્લેક્ષ પાસે મંદિરનો શેડ તોડી પડાતાં હોબાળો

વડોદરા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સમામાં કમ્પાઉન્ડ વોલ સહિતના દબાણો તોડાયા સ્થાનિકોએ કહ્યું ભાજપ પ્રદેશ પ્રમુખને ફરિયાદ કરીશું

શહેરના સમા અને વાઘોડિયા રોડ ઉપર પાલિકાની દબાણ શાખાએ દબાણ તોડ્યા હતા અને તેમાંય વાઘોડિયા રોડ પર મંદિર નો શેડ તોડતા વિવાદ થયો હતો.પાલિકામાં નવા બોર્ડના આગમન બાદ ગેરકાયદે દબાણો તોડવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે અને રોડ લાઈન પણ ખુલ્લી કરાવવા ની કવાયત પણ ચાલી રહી છે.

જેના ભાગ રૂપે,બુધવારે પાલિકાની દબાણ શાખાએ સમા પોલીસને સાથે રાખી નવરંગ સોસાયટી પાસેની કમ્પાઉન્ડ વોલ તોડવા નું ઓપરેશન હાથ લીધું હતું.જોકે, કોઈ વિવાદ વગર આ તોડફોડ સુપેરે પાર પડી હતી. જોકે, બીજી તરફ વાઘોડિયા રોડ પૂનમ કોમ્પ્લેક્ષ પાસે ગણપતિ ભગવાનના મંડપ નો શેડ ગેરકાયદે ગણી પાલિકાની દબાણ શાખાએ તોડફોડ કરવાની શરૂઆત કરી હતી અને તેનો વિરોધ પણ થયો હતો.આ મંદિરનો શેડ તોડવાની કવાયત કરતાં જ સ્થાનિક ધર્મપ્રેમી યુવાનોએ કેમ તોડો છો તેવો સવાલ ઉઠાવ્યો હતો અને આ મામલે જરૂર પડે પ્રદેશ ભાજપ પ્રમુખ ને પણ ફરિયાદ કરીશું તેવી તૈયારી બતાવતા એક તબક્કે પાલિકા અને સ્થાનિકો વચ્ચે તડાફડી થઈ હતી .અલબત્ત પાલિકા એ મચક આપ્યા વગર શેડ જમીન દોસ્ત કરી નાખ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો