15 વર્ષની દીકરીનો આપઘાત:વડોદરાના સમાના શુક્લાનગર પાસે માતાએ મોબાઇલ મૂકી રાંધવાનું કહેતાં કિશોરીએ ગળાફાંસો ખાધો

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર.

વડોદરા શહેરના સમા વિસ્તારમાં શુકલા નગર પાસે રહેતી 15 વર્ષિય કિશોરીને મંગળવારે સવારે માતાએ મોબાઈલ મૂકી જમવાનું બનાવવા ઠપકો આપતાં કિશોરીએ ગળાફાંસો ખાઇ જીવાદોરી ટૂંકાવી હતી. સમા પોલીસે કિશોરીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં ખસેડાયો હતો.મોબાઇલ મેનિયા બાળકોમાં ખૂબ વધી રહ્યો છે, જેને પગલે તેમના અભ્યાસ પર અસર સાથે માતા-પિતાની ચિંતા વધી છે.

દીકરી ગેમ રમી રહી હતી
મોબાઇલની લત બાળકોમાં હદ પાર કરી ગઇ છે. માટે તેના માટે બાળકોની જીવાદોરી ટૂંકાવી નાખવાની ઘટનાઓ પણ સામે આવી રહી છે. આવો જ વધુ એક બનાવ સમા વિસ્તારમાં બન્યો હતો. શુક્લા નગરમાં રહેતા અને સિક્યોરિટી જવાન તરીકે ફરજ બજાવનાર પિતા ફરજ પર ગયા હતા ત્યારે તેમની 15 વર્ષની દીકરી 12 વાગ્યાના અરસામાં મોબાઈલ પર ગેમ રમી રહી હતી.

દીકરીએ ઘરમાં ગળાફાંસો ખાધો
માતાએ ઠપકો આપી જમવાનું બનાવાનું કહેતાં તેને લાગી આવ્યું હતું. જે બાદ દીકરીએ પોતાના ઘરમાં ગળાફાંસો ખાઇ જીવાદોરી ટૂંકાવી દીધી હતી. બનાવ અંગે જાણ થતાં પરિવાર સ્તબ્ધ બન્યો હતો. બીજી તરફ પોલીસના એએસઆઇ પીલીયાભાઈ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...