સંવેદનશીલની લઘુમતી કોમની યુવતીને લગ્નની લાલચ આપી મરજી વિરુદ્ધ અનેકવાર શારીરિક સંબંધ બાંધી તરછોડી દીધી હોવાની ફરિયાદ લઈ પીડિતા જુદાં જુદાં પોલીસ મથકો પર ભટકી રહી હતી. જે અંગે દિવ્ય ભાસ્કરમાં અહેવાલ પ્રસિદ્ધ કરાયા બાદ આખરે શી ટીમની મદદથી ન્યાય મળવાની આશા જાગી છે. માંજલપુર પોલીસ મથકે પીડિતાનું નિવેદન લઈ ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે.
ગોધરા ખાતે ઉચ્ચ સરકારી અધિકારીના પુત્ર ધવલ ભાનુભાઇ પંચાલ આરોપી હોવાથી કોઈ ફરિયાદ લેવા તૈયાર નહિ હોવાનો આરોપ ભોગ બનેલ યુવતીએ લગાવ્યો છે. અને યુવક હાલ કેનેડા ભાગી જવાની તૈયારી કરતો હોવાનું પીડિતા એ જણાવ્યું હતું.
ભાયલી ખાતેની કંપનીમાં નોકરી કરતી યુવતીએ લેખિત ફરિયાદમાં જણાવ્યું છે કે હાલમાં એની ઉંમર 20 વર્ષની છે. 4 વર્ષ પહેલાં મિત્રો દ્વારા એની ઓળખાણ યુવક સાથે થઈ હતી અને એકબીજાના મોબાઈલ નંબર ની આપ લે થઈ હતી એ સમયે પીડિતાની ઉંમર 16 વર્ષની હતી. પોતાનાથી 8 વર્ષ મોટા યુવકે પીડિતા સાથે મિત્રતા આગળ વધારી લગ્ન કરવાનુ વચન આપ્યું હતું.
પ્રેમ સંબંધ બંધાયા બાદ યુવક પીડિતાને વારંવાર મળવા બોલાવતો હતો. શરૂઆત જાહેર સ્થળો ઉપર મળ્યા બાદ પીડિતાને નિઝામપુરાના ફ્લેટ પર બોલાવી હતી. એકાંત હોવા છતાં યુવક પર ભરોસો મૂકી ગયેલી પીડિતાને બપોરે ઠંડા પીણામાં કેફી પદાર્થ નાખી પીવડાવી દેતાં તેને ચક્કર આવ્યા હતા અને અર્ધબેભાન થઈ ગઈ હતી. જેનો લાભ ઉઠાવી યુવકે દુષ્કર્મ ગુજાર્યું હતું.
એક કલાક બાદ પીડિતા ભાનમાં આવતા યુવકને પૂછતાં ધમકી આપી હતી અને મેં તારા નગ્ન ફોટા-વીડિયો મોબાઈલમાં ઉતારી લીધા હોવાનું કહી વીડિયો વાઇરલ કરવાની ધમકી આપી વારંવાર દુષ્કર્મ ગુજાર્યું હતું, જેના કારણે બે વાર પીડિતા ગર્ભવતી પણ બની હતી. યુવકને જાણ થતાં લગ્ન કરવાનુ વચન આપ્યું હતું અને બંનેવાર ગર્ભપાત કરાવ્યો હતો.
અને એક જ ફ્લેટમાં રહેવાનું શરૂ કર્યું હતું. 4 વર્ષ સુધી શારીરિક સંબંધ બાંધ્યા બાદ યુવકને બીજી યુવતી સાથે સંબંધ બંધાતા તેની કાઢી મૂકતાં યુવતીએ પોલીસ ફરિયાદ માટે જુદા જુદા પોલીસ મથકો પર ધક્કા ખાધા હતા. અંતે શી ટીમની મદદથી માંજલપુર પોલીસ મથકે પીડિતાનું નિવેદન લઈ ફરિયાદ અંગેની કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.