તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
નર્સ પત્ની સતત ચારિત્ર પર શંકા કરીને ઝઘડો કરતી હોવાથી ઉશ્કેરાઇ જઇ પત્નીની હત્યા કરી હોવાનું પોલીસને જણાવનારા શિક્ષક પતિ જયેશ પટેલનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવતાં રવિવારે સાંજે તેની સત્તાવાર ધરપકડ કરી રિમાન્ડની તજવીજ શરૂ કરાઈ હતી. નર્સ પત્નીની પતિ પર શંકા કેમ હતી તથા પતિને ખરેખર કોઇ સાથે સંબંધ હતો કે કેમ તે ચકાસવા માટે પોલીસે તેના મોબાઇલ ફોનને કબજે કરી તેની કોલ ડિટેલ્સ કઢાવવાની તજવીજ કરી હતી.
આજવા રોડના અમરદીપ હોમ્સમાં રહેતાં ગોત્રી હોસ્પિટલમાં ફરજ બજાવતાં શિલ્પાબેન જયેશભાઈ પટેલ શુક્રવારે રાત્રે મોપેડ લઇને નોકરી પર જવા નીકળ્યા બાદ વૈકુંઠ-2ના વળાંક પાસે તેમની લાશ મળી હતી. પીએમમાં હત્યા થયાનો ઘટસ્ફોટ થયો હતો. ત્યારબાદ પોલીસે તેના પતિ જયેશ પટેલની પૂછપરછ કરતાં તેણે કબૂલાત કરી હતી કે, છેલ્લા એક વર્ષથી પત્ની શિલ્પા સાથે ઝઘડા વધ્યા હતા પતિ જયેશને અન્ય કોઈ સ્ત્રી સાથે સંબંધ છે તેવી શંકાથી કંકાસથી કંટાળી પત્નીની હત્યા કરી હતી.
પૂછપરછમાં શિક્ષક પતિ જયેશ પટેલે કોઇની સાથે સંબંધ ન હોવાનું ગાણું ગાયું હતું. જોકે પોલીસે તેની પત્નીને શંકા કેમ ગઇ હતી તે ચકાસવા માટે જયેશ પટેલનો ફોન કબજે કરી તે કોની કોની સાથે સંપર્કમાં હતો, સોશિયલ મીડિયા દ્વારા કોની સાથે વધુ સંપર્કમાં રહેતો હતો? તેને ખરેખર કોઇની સાથે સંબંધ છે કે કેમ તે સહિતના મુદ્દા પર તપાસ કરવા તેની કોલ ડિટેલ્સ કઢાવાની તજવીજ કરી હતી.
પોલીસ દ્વારા પુરાવાઓ એકત્રિત કરાયા
આજવા ચોકડી પાસેથી જયેશની કાર કબજે કરાઈ હતી. પોલીસે જણાવ્યું હતું કે, કારની સીટ પર લોહીના ડાઘ મળ્યા છે, જેથી એફએસએલને જાણ કરી પુરાવા એકત્રીત કરાયા હતા.હત્યામાં ઉપયોગમાં લેવાયેલો પ્લાસ્ટિકનો ધોકો પણ કબજે કર્યો હતો.લાશ ફેંકી કાર લઇને જયેશ આજવા ચોકડી ગયો હતો,કાર બગડી હોવાનું નાટક કરી કારના ફ્યૂઝ ખેંચી કાઢ્યા હતા.
પતિના ચહેરા પર પત્નીની હત્યાનો રંજ નથી
શનિવારે પણ દિવસભર પૂછપરછ કરાઇ હતી. લોકઅપમાં રહેલા જયેશ પટેલે પહેલા દિવસે જમવામાં પણ આનાકાની કરી હતી પણ ત્યારબાદ રવિવારે તે સ્વસ્થ દેખાતો હતો અને તેના ચહેરા પર કોઇ પસ્તાવો કે રંજ જોવા મળતો ન હતો.
પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.