તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • The Teacher Who Started English Medium In A Government School With His Own Money Refused To Accept The Award For The Best Teacher, The Student guardian Is My Award

એક શિક્ષક આવા પણ!:વડોદરામાં સરકારી સ્કૂલમાં પોતાના પૈસે અંગ્રેજી માધ્યમ શરૂ કરનાર શિક્ષકે શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ લેવાની ના પાડી કહ્યું, ‘વિદ્યાર્થી-વાલી જ મારો એવોર્ડ’

વડોદરા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
ટીપી 13માં આવેલી પંડિત દિનદયાલ ઉપાધ્યાય પ્રાથમિક શાળાના આચાર્યે 2013માં અંગ્રેજી માધ્યમના વર્ગો શરૂ કર્યા હતા. - Divya Bhaskar
ટીપી 13માં આવેલી પંડિત દિનદયાલ ઉપાધ્યાય પ્રાથમિક શાળાના આચાર્યે 2013માં અંગ્રેજી માધ્યમના વર્ગો શરૂ કર્યા હતા.
  • 140 બાળકોથી શરૂ થયેલી સમિતિની શાળા વટવૃક્ષ બનતાં સંખ્યા 1091 પર પહોંચી
  • ટીપી 13ની પંડિત દિનદયાલ ઉપાધ્યાય સ્કૂલના શિક્ષકે સ્વખર્ચે શરૂ કરેલા શિક્ષણ યજ્ઞમાં આખરે સરકારે શિક્ષકો ફાળવ્યા

ટીપી 13માં આવેલી પંડિત દિન દયાલ ઉપાધ્યાય પ્રાથમિક શાળામાં શિક્ષકે પોતે અને દાતાની મદદથી શિક્ષકોને પગાર આપી 2013માં અંગ્રેજી માધ્યમ શરૂ કર્યું હતું. 140 બાળકો સાથે શરૂ થયેલી આ યાત્રા 2021માં 1091 વિદ્યાર્થીઓ પર પહોંચી ગઇ છે. આ શિક્ષકે શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ લેવાની ના પાડતાં કહ્યું કે વાલી અને વિદ્યાર્થી જ મારો એવોર્ડ છે. ટીપી 13ની સરકારી પ્રાથમિક શાળાના શિક્ષક-આચાર્ય ચમનલાલ નાઇએ 2013માં શિક્ષણ સમિતિ પાસે અંગ્રેજી શાળાના જુનિયર-સિનિયરના વર્ગો શરૂ કરવાની મંજૂરી મેળવી હતી, પરંતુ શિક્ષકો અને બાળકો શોધવાની જવાબદારી તેમના શીરે હતી.

તેમણે જણાવ્યું કે, પ્રથમ વર્ષમાં 140 બાળકો હતા. 3 શિક્ષકોની કોન્ટ્રાક્ટ પર ભરતી કરાઇ હતી. જેમાં એક શિક્ષકનો પગાર મેં તથા બે શિક્ષકોના પગાર બે દાતા દ્વારા અપાયો. 2014માં ધો.1ના વર્ગની મંજૂરી મળી,તે સમયે પણ શિક્ષકોના પગારની વ્યવસ્થા દાતાઓની મદદથી કરાઈ હતી. 2013થી 2016 સુધી દાતાની મદદથી શિક્ષકોનો પગાર આપી અંગ્રેજી માધ્યમ ચલાવ્યું અને સંખ્યા વધતી ગઇ. 2016માં 400 બાળકો અંગ્રેજી માધ્યમમાં થઇ જતાં સરકારે 4 શિક્ષકોની નિમણૂક કરી. ત્યારબાદ શાળાને સમા ચાણાકયપુરી ખાતે શિફટ કરીને ટીપી 13માં નવી અંગ્રેજી માધ્યમની શાળા શરૂ કરાઇ.

જેમાં ધો.1 થી 6માં અત્યાર સુધીમાં 390 બાળકોની સંખ્યા થઇ છે. વારસિયા રિંગ રોડ ખાતે પણ તે પછી અંગ્રેજી માધ્યમની શાળા શરૂ કરાઈ, જેમાં ધો. 1થી 4ના વર્ગ ચાલી રહ્યા છે. જેમાં 219 વિદ્યાર્થી અભ્યાસ કરે છે. કુલ 1091 બાળકો અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરે છે. ચમનલાલ નાઇએ જણાવ્યું કે, હું 31 ઓક્ટોબરે નિવૃત્ત થઇ રહ્યો છું. મને શિક્ષક દિન નિમિત્તે શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ માટે ફાઇલ બનાવી મોકલવા કહેવાયું હતું. જોકે મારે એવોર્ડ જોઇતો નથી. મારા માટે બાળકો અને વાલીઓ જ એવોર્ડ છે.

આ સરકારી શાળાના 17 વિદ્યાર્થી હાલ આર્મીમાં ફરજ બજાવે છે
શિક્ષક ચમનલાલે જણાવ્યું કે, મારા હાથ નીચે નવાયાર્ડ-ગોરવા સ્કૂલમાં જે વિદ્યાર્થીઓએ અભ્યાસ કર્યો છે તેમાંથી 17 વિદ્યાર્થી અત્યારે આર્મીમાં છે, જેમાં 3 બાળકો મેજર છે. શહીદ આરીફ પઠાણે પણ તેમના હાથ નીચે અભ્યાસ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...