અધ્યાપકોમાં રોષ:અધ્યાપક પરીક્ષા વિભાગમાં ગયા પણ જવાબ ના મળતાં ગ્રૂપમાં વ્યથા ઠાલવી

વડોદરા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પરીક્ષા વિભાગ સાથે કમ્યુનિકેશન ન કરતાં ડીન સામે અધ્યાપકોમાં રોષ
  • આર્ટ્સ ફેકલ્ટીના અધ્યાપકોને અપાયેલો વોર્નિંગ લેટર પાછો ન ખેંચાયો

આર્ટસ ફેકલ્ટીના અધ્યાપકોને અપાયેલો મેમો પાછો ખેંચવામાં ના આવતા શિક્ષકોમાં નરાજગી ફેલાઇ છે. ફેકલ્ટીના અધ્યાપકે પરીક્ષા વિભાગની મુલાકાત લીધી પણ કોઇ જવાબ ના મળતા શિક્ષકોના ગ્રુપમાં વ્યથા ઠાલવી હતી.

પરીક્ષા વિભાગ સાથે કોઇ કોમ્યુનીકેશન કરવામાં ના આવતા આર્ટસ ફેકલ્ટીના ડીન સામે અધ્યાપકોમાં રોષ જોવા મળ્યો છે. MSUની આર્ટસ ફેકલ્ટીના અધ્યાપકોએ સમયસર પેપર સેટ કરી આપ્યા હતા. છતાં 20 અધ્યાપકોને પેપર મોડા સેટ કર્યા હોવાનું જણાવી પરીક્ષા વિભાગે અધ્યાપકોને મેમો આપતાં રોષ વ્યાપ્યો હતો.

અધ્યાપકોએ એકઝામ સેકશન દ્વારા અપાયેલા વોર્નીંગ લેટર પરત નહિ ખેંચવામાં આવે તો સેન્ટ્રલ એસએસમેન્ટ સેલની કામગીરી નહિ નિભાવવામાં આવે તેવી ચીમકી ઉચ્ચારી હતી. જેના પગલે વાઇસ ચાન્સેલર દ્વારા ફેકલ્ટી ડીન સહિત વાઇસ ડીન અને અધ્યાપકોને બોલાવીને સમજાવ્યા હતા. વીસીએ બાંહેધરી આપી હતી કે કોઇ પણ પ્રકારની એકશન નહીં લેવાય.

અધ્યાપકોની સર્વીસ બુકમાં પણ નોંધ લેવાશે નહીં અને આગામી સમયમાં પરીક્ષા વિભાગ દ્વારા પત્ર લખીને તેમના મેમો રદ થયો છે તેવું પણ જણાવાયું હતું. જોકે હજુ સુધી મેમો રદ ના થતાં અધ્યાપકોમાં રોષ વ્યાપ્યો છે. ફેકલ્ટીના અધ્યાપકે પરીક્ષા વિભાગની મુલાકાત લીધી પણ કોઇ જવાબ ના મળતા શિક્ષકોના ગ્રુપમાં વ્યથા ઠાલવી હતી એને જણાવ્યું હતું કે, પરીક્ષા વિભાગ દ્વારા કોઇ પણ જવાબ આપવામાં આવી રહ્યો નથી. વિભાગ સાથે કોમ્યુનીકેશન ના કરાતાં આર્ટસ ફેકલ્ટીના ડીન સામે રોષ વ્યાપ્યો છે.

અન્ય સમાચારો પણ છે...